દિલ્હી : ઓખલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની મુશ્કેલીઓ વધી શકે છે. આજે બીજી સપ્ટેમ્બર દરોડા પાડવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ તેમના ઘરે પહોંચી ગઈ છે.
અમાનતુલ્લા ખાને ઈડીની ટીમને ઘરમાં પ્રવેશતા અટકાવી દીધી છે કારણ કે ઈડી સાથે સ્થાનિક પોલીસની કોઈ ટીમ નથી. આવી સ્થિતિમાં સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી છે. વક્ફ બોર્ડ કેસમાં ઈડીની ટીમ અમાનતુલ્લા ખાનના ઘરે પહોંચી છે.આ મામલે આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' લખ્યું કે, 'વહેલી સવારે તાનાશાહના આદેશ પર તેની કઠપૂતળી ઈડી મારા ઘરે પહોંચી ગઈ છે,
તાનાશાહ મને અને આમ આદમી પાર્ટીના નેતાઓને હેરાન કરવામાં કોઈ કસર છોડી રહ્યો નથી. ઈમાનદારીથી લોકોની સેવા કરવી એ ગુનો છે? આ સરમુખત્યારશાહી ક્યાં સુધી ચાલશે?'આપ નેતા મનીષ સિસોદિયાએ પણ આ મુદ્દે 'X' પર લખ્યું કે, 'ઈડી માટે આ જ કામ બાકી છે. ભાજપ સામે ઉઠેલા દરેક અવાજને દબાવી દો. તેમને તોડી નાખો. જેઓ ભાંગી પડયા નથી અને દબાયેલા નથી, તેમને ધરપકડ કરીને જેલમાં ધકેલી દો.'
Reporter: admin