વડોદરા શહેર એ સ્માર્ટ સિટી છે.પરંતુ ચોમાસા દરમિયાન શહેરમાં રોડના કોન્ટ્રાક્ટરની પોલ બહાર આવે છે.
સ્માર્ટ સિટી વડોદરામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મિલીભગતથી ભ્રષ્ટાચાર આચારવામાં આવે છે. અધિકારીઓ નેતાઓના કમાઉ દીકરા હોવાથી અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે કોઈપણ પગલાં ભરવામાં આવતા નથી. જેના કારણે આખા વર્ષ દરમિયાન રોડના કોન્ટ્રાક્ટમાં રોડ બનાવે અને રોડ તૂટે ફરી રોડ બનાવે છે. આ રીતે પાલિકાની તિજોરી દરેક વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મિલીભગતથી ખાલી કરવામાં આવે છે. નાગરિકોના વેરાના પૈસા આવી રીતે પાણીમાં જાય છે.
વડોદરાના કહેવાતા સ્માર્ટ તંત્રને કારણે વડોદરાને અનેક નામોથી નવાજવામાં આવૅ છે,વડોદરા શહેર 'ખાડોદરા' બન્યું અને હવે સ્માર્ટ સીટી 'ભુવા સીટી' તરીકે પણ ચર્ચામાં છે,વડોદરામાં અનેક ભૂવાઓ વચ્ચે વધુ એક ભુવો ધુણ્યો છે.આ વેળાએ નિઝામપુરા મુક્તિધામ ની બાજુમાં મસમોટા ભુવો પડ્યો હતો.અધિકારી - કોન્ટ્રાક્ટર ની બેદરકારી કારણે વડોદરાના માર્ગો પર ભૂવાઓ ધૂણી રહ્યા છે.નિઝામપુરા મુક્તિધામની બાજુમાં પડેલ મસમોટા ભુવાને લઇ સ્થાનિક કોર્પોરેટરે પણ પાલિકા તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા.
Reporter: admin