7 તારીખ અને રવિવારે વાજતે ગાજતે ભગવાન જગન્નાથની યાત્રા નીકળશે. આ માટે તમામ તૈયારીઓ થઇ ગઇ છે. તો વડોદરા કોર્પોરેશન દ્વારા પણ રથયાત્રામાં કોઇ અડચણ ન પડે તેના પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આ માટે રેલ્વે સ્ટેશન થી લઈને રથયાત્રા રૂટ પર ગેરદાયદે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વડોદરામાં 7મી જૂલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે ત્યારે રથયાત્રા રૂટ પર આવતા દબાણ દૂર કરવા VMC દબાણ શાખા વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. રૂટ પર આવતા દુકાન ધારકો દ્વારા સ્વેચ્છિક રીતે થી પોતાની દુકાનો ની સામેનો માલ માતા જાતે હટાવી લીધો હતો
Reporter: News Plus