વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના વઢવાણા ગામે વીજ લાઈન માં ફોલ્ટ સર્જાતા વીજલાઈન ના થાંભલા પર ચઢીને રિપેર કરતા વીજ કર્મચારીને વીજ પ્રવાહ ચાલુ રહેતા વીજ કરંટ લાગતા વીજ કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જોકે વીજ કર્મચારીને સારવાર મળે તે પહેલા જ તેમને રસ્તામાં દમ તોડી દેતા હોસ્પિટલ માં તબીબોએ વીજ કર્મચારીને મૃત જાહેર કર્યા હતા
ડભોઇ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ વીજ કર્મચારીનું ફરજ દરમિયાન વીજ કરંટ લાગવાથી મોત નિપજતા એમ.જી.વી.સી.એલ. કંપનીની બેદરકારી હોવાના આક્ષેપો પણ થયા હતા આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઇ ની મહેશ્વરી સોસાયટીમાં રહેતા 40 વર્ષીય નરેન્દ્રભાઈ ઇશ્વરભાઇ બારીયા ડભોઇ તાલુકાના વઢવાણા ગામે વીજ લાઈનમાં ફોલ્ટ સર્જ્યો હોય વીજ કર્મચારી નરેન્દ્રભાઈ વીજલાઈન થાંભલા પર ચઢીને રીપેરીંગ કામગીરી કરતા હતા.
ત્યારે ચાલુ કામગીરી દરમિયાન વીજ પુરવઠો અચાનક ચાલુ થઈ જતા નરેન્દ્રભાઈ ને વીજ કરંટ લાગતા વીજ કર્મચારી નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ બારિયાને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા દરમિયાન વીજ કર્મચારી નરેન્દ્ર ભાઈ એ સારવાર મળે તે પહેલા જ રસ્તામાં દમ તોડી દેતા તેમના પરિવારમાં તેમજ એમજીવીસીએલ કંપનીના કર્મચારીઓમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. સમગ્ર મામલે ડભોઇ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
Reporter: News Plus