વડોદરા શહેરમાં માંજલપુર થી અટલદારા વિસ્તારના ખિસકોલી સર્કલ તરફ રેલ્વેનો ઓવર બ્રિજ બનાવવાની કામગીરી કોર્પોરેશને દ્વારા 2020માં શરૂ કરવામાં આવી હતી
આ બ્રિજ કોર્પોરેશન અને રેલ્વે બંને વિભાગ દ્વારા સંકલન કરી કામગીરી ની શરૂઆત કરવામાં આવી હતી આ વાતને આજે સાડા ચાર વર્ષ જેટલો સમય થઈ ગયો તેમ છતા હજુ કામગીરી ચાલી રહી છે કોર્પોરેશને રચના કન્સ્ટ્રકટશન નામના કોન્ટ્રાકટરને આ કામગીરી આપવામાં આવી હતી આ કામગીરી અંદાજે 40 કરોડ રૂપિયા ના ખર્ચે સોંપાઈ હતી ત્યારે આ ઓવર બ્રિજ રેલ્વે પર બનતો હોવાથી રેલ્વે દ્વારા પણ તેમનો ભાગ નેમી કન્સ્ટ્કશન નામ ના કોન્ટ્રાકટર ને કરોડ ના ખર્ચે કામ આપવામાં આવ્યું હતું આ કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા 18 મહિના ની હતી પરંતુ ગોકળગતી એ કામ ચાલતા કામગીરી આજ દિન સુધી પૂર્ણ થઈ નથી શરૂઆત થી જ આ કામગીરી ધીમી ગતિ એ ચાલતા આસપાસ ના વિસ્તારના હજારો લોકો ને પરેશાન થવાનો વારો આવ્યો છે.
પાલિકાના વિપક્ષ નેતા અમી રાવતે આક્ષેપ કર્યો હતા કે, 47 કરોડ નો ખર્ચ કરવા છતાં પાંચ વર્ષ થી આ બ્રિજ નું કામ પૂરું થયું નથી બે વિભાગ ના સંકલન ના અભાવે આ સ્થિતિ થઈ છે કરોડો રૂપિયા નો ખર્ચ આયોજન કર્યા વગર જ કરી ને વર્ક ઓર્ડર આપી ને ચૂંટણી લક્ષી કામગીરી જ કરવામાં આવતી હોય છે વડોદરા મહાનગર પાલિકા એ પાંચ વર્ષ પહેલાં બ્રિજ નું કામ શરૂ કર્યું હતું જોકે આજે પણ આ બ્રિજ નું કામ અધૂરું છે અને લોકો ને પાંચ કિલોમીટર નો ધક્કો ખાઈ ને આવન જાવન કરવી પડી રહી છે ત્યારે કોર્પોરેશન અને રેલ્વે વિભાગ ના સંકલન ના અભાવે બ્રિજ નું કામ વિલંબ માં પડ્યું છે જોકે બ્રિજ પ્રોજેક્ટ ના અધિકારી રવિ પડ્યાં બુલેટ ટ્રેન ની કામગીરી અને રેલવે ની વિવિધ મંજુરી માં કારણે કામ લેટ થયું હોવાનું કહી રહ્યા છે પાંચ પાંચ વર્ષ થી બ્રિજ નું કામ ચાલે છે પણ હજુ આ કામ પૂર્ણ થયું નથી ત્યારે વહેલી તકે આ બ્રિજ ચાલુ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે અને જો અમદાવાદ થી મુંબઈ સુધી બુલેટ ટ્રેન ના પીલ્લર થઈ ગયા પણ એક બ્રિજ વડોદરા કોર્પોરેશન નથી બનાવી શકતું તેવો નાગરિકો ટોણો મારી રહ્યા છે
Reporter: News Plus