News Portal...

Breaking News :

વાહ રે પાલિકાના સ્માર્ટ સીટી ના સ્માર્ટ કોન્ટ્રાક્ટર, અને અધિકારીઓ, ચાલુ વરસાદમાં રાજમહેલ રોડ પર રોડના પેચ વર્ક ની કામગીરી

2024-07-06 15:11:55
વાહ રે પાલિકાના સ્માર્ટ સીટી ના સ્માર્ટ કોન્ટ્રાક્ટર, અને અધિકારીઓ, ચાલુ વરસાદમાં રાજમહેલ રોડ પર રોડના પેચ વર્ક ની કામગીરી


શહેરના વોર્ડ નંબર 13 માં આવેલા રાજમહેલ રોડ નહેરુ ભવન ખાતે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા  ચાલુ વરસાદમાં ડામર પાથરીને પેચવર્ગની કામગીરી કરવામાં આવી રહી હતી. 


પાલિકાના કોન્ટ્રાક્ટર, અધિકારીઑ એન્જિનિયર ને ખબર જ નથી કે ચાલુ વરસાદમાં કામગીરી થાય નહીં. જાણકારી વગરના કોન્ટ્રાક્ટરને કામ આપતા જ વડોદરાને ખાડોદરા બની જાય છે.વડોદરા શહેર એ સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. પરંતુ સ્માર્ટ સિટીમાં સ્માર્ટ અધિકારીઓ સ્માર્ટ કાગળ પર ભ્રષ્ટાચાર આચરે છે. ચોમાસુ આવે એટલે વડોદરા શહેર જે સંસ્કારી નગરી છે તેને ખાડોદરા નગરી તરીકે પણ ઓળખાય છે. ચોમાસા દરમિયાન વડોદરા શહેરમાં ઠેર ખાડાઓ અને ભુવા પડવાના બનાવો બને છે. તેનાથી પાલિકાના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સાથેની મિલીભગતની પોલ ખુલે છે. કોન્ટ્રાક્ટરે તો કામ કર્યું પણ તેની ઉપર સુપરવાઇઝિં કરવામાં આવતું નથી. 


જોકે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને દંડ આપવામાં આવે છે પરંતુ જે તે જોનમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી એ અધિકારી સામે પણ શિક્ષત્મક કાર્યવાહી કરવી જોઈએ. શહેરના વોર્ડ નંબર 13 માં આવેલ રાજમહેલ રોડ ઉપર નહેરુ ભુવન સામે મુખ્ય માર્ગ ઉપર ભર વરસાદની અંદર ડામર પાથરીને પેચ વર્ક ની કામગીરી વરસતા વરસાદમાં કરી રહ્યા હતા. આવા કોન્ટ્રાક્ટર ના કારણે જ ને ખડોદરા બનાવે છૅ. પાલિકાના કોન્ટ્રાક્ટર - અધિકારી અને એન્જિનિયરને એટલી પણ ખબર નહીં ચાલુ વરસાદમાં ડામર પાથરીને પેચ વર્ક કરી શકાય કે નહીં. આવા સ્માર્ટ કોન્ટ્રાક્ટરોના કારણે વડોદરા શહેર ના નાગરિકોને હેરાન પરેશાન થવાનો વારો આવે છે.

Reporter: News Plus

Related Post