બ્રહ્માકુમારીઝની સેવાના ગુજરાતમાં ૬૦ વર્ષ પૂર્ણ થતાં બ્રહ્માકુમારીઝ માંજલપુર સેવા કેન્દ્ર ખાતે ડાયમંડ જ્યુબિલી ઉજવણીના પ્રારંભે બ્રહ્માકુમારી મણિનગર સબઝોન (અમદાવાદ) ઈન્ચાર્જ રાજયોગિની બ્રહ્માકુમારી નેહાદીદી મંગલવાળી સબઝોન ઈનચાર્જ રાજયોગની રાજદીદી તેમજ માંજલપુર સેવા કેન્દ્ર ધીરજ દીદી અને સેવાકેન્દ્રના તમામ પરિવારજનોની ભવ્ય ઉપસ્થિતિમાં એક પવિત્ર બાલબ્રહ્મચારિણી કુમારીઓની નિરાકાર શિવ પરમાત્મા જ્યોતિ બિંદુની દિવ્ય સેવા માટે દિવ્ય જીવન સમર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં કુમારીઓના માતા-પિતા અને પરિવારના સભ્યો તેમજતથા વડોદરા બ્રહ્માકુમારીઝ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા સાથે સાથે ૪૫ રાજયોગી તપસ્વી યુગલો નો સન્માન સમારંભ યોજાયો હતો.વડોદરા ના છાપરીયાપૂરા ગામ ના સુભાષભાઈ અને કોકિલાબહેન ની સુપુત્રી કુમારી જલપા પોતાનું જીવન આજીવન સમર્પિત કરી ભગવાન શિવના પ્રતિક એવા શિવલિંગને સ્વેચ્છાએ માળા અર્પણ કરી અને પોતાનું સમગ્ર જીવન દિવ્ય સેવા માં સમર્પિત કરવાનો ઉમદા સંકલ્પ લીધો હતો.

પંચશીલ હાઇસ્કુલ પાસેના મેદાનમાં આવેલા એક પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ૪૫ રાજયોગી તપસ્વી યુગલોનો સન્માન પણ કરવામાં આવ્યું હતું જેમાં શહેરના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.પોતાનું દિવ્ય જીવન સમર્પિત કરનાર કુમારી જલપાને આધ્યાત્મિક પ્રેરણા આપનાર બ્રહ્માકુમારી પૂજાબહેન એ જ્ઞાનમાર્ગનો રાહ ચીંધી અને આ માર્ગ ઉપર આગળ વધતા પોતાનું જીવન પરમાત્માની સેવામાં અર્પણ કરવાનો નિશ્ચય કરી પોતાની આધ્યાત્મિક જીવન યાત્રા શરૂ કરી.
Reporter: admin







