વડોદરા : શહેર પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.જેમાં વર્ષ 2024 દરમિયાન પોલીસની કામગીરીના આંકડા જાહેર કર્યા હતા.

2024 દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના ટીમે કેટલાય વર્ષોના રેકોર્ડ તોડીને 197 સામે 296 કેસ શોધ્યા છે.
ખુનના કિસ્સાઓમાં 29 કેસમાં 100 ટકા ડિટેક્શન કરાયું છે. મકરપુરામાં ટ્રક ડ્રાઇવરના હત્યાના કેસમાં ત્રણ મહિને સફળતા મળી હતી.ભાયલી રેપ કેસમાં શહેર પોલીસે મદદ કરી 48 કલાકમાં ગુન્હો શોધી કાઢ્યો હતો. ડકેતિના એક પણ કેસ બન્યા નથી.
રોબરીના 16 કેસ માંથી 100 ટકા ડિટેક્શન 8 કેસ ક્રાઇમ બ્રાન્ચે ડિટેકટ કર્યા હતા.ચેઇન સ્નેચિંગ 43 કેસ દાખલ થયા જેમાંથી 37 કેસ ડિટેકટ થયા, આમ 87 ટકા સફળતા મળી છે. ચિલઝડપમાં 8 માંથી 6 કેસ ડિટેક્શન થયું તેમજ ઘરફોડ ચોરીના 236 કેસ બન્યા જેમાંથી 90 ટકા ડિટેક્શન થયું છે.વાહન ચોરીમાં 485 કેસ દાખલ 208 કેસ ડિટેકટ થયા (150 ક્રાઇમ બ્રાન્ચે શોધ્યા) છે.
Reporter: admin