સાબુદાણા ખીચડી બનાવવા માટેની સામગ્રીમાં એક કપ પલાળી રાખેલા સાબુદાણા, સિંધવ મીઠુ અને તેલ જરૂર પ્રમાણે,એક ચમચી સીંગદાણા, એક ચમચી જીરું, એક ચમચી લીબુંનો રસ, એક બાફેલુ સમારેલું બટાકુ, બે કાપેલા લીલા મરચા, સમારેલી કોથમીર, એક ચમચી ખાંડ, એક ચમચી મીઠો લીમડો જરૂરી છે.
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. ત્યારબાદ તેમાં જીરું ઉમેરી તેમાં લીલા મરચા, મીઠો લીમડો, સીંગદાણા ઉમેરી મિક્સ કરી થોડુ સેકાવા દેવું. ત્યારબાદ તેમાં સાબુદાણામાંથી પાણી નિતારી ઉમેરી દેવા. હવે તેમાં બધા સિંધવ મીઠુ, લીબુંનો રસ, ખાંડ ઉમેરી બધું બરોબર મિક્સ કરી બે થી ત્રણ મિનિટ સુધી સેકવું. ત્યારબાદ કોથમીર ભભરાવી મિક્સ કરી ગેસ પરથી ઉતારી પીરસી લેવી.
Reporter: admin