News Portal...

Breaking News :

વડોદરા એકેડેમીક એસો. દ્વારા રેલી યોજી રજૂઆત - ધો.૧૨ પાસ વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપવા કલેક્ટરને આવેદન

2024-05-30 16:09:34
વડોદરા એકેડેમીક એસો. દ્વારા રેલી યોજી રજૂઆત - ધો.૧૨ પાસ વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપવા કલેક્ટરને આવેદન



વડોદરાની એમ.એસ.યુનિ.માં સ્થાનિક વિદ્યાર્થીઓની અનામત રદ કરવાના મુદ્દે અનેક વિરોધ થઇ ચકયો છે ત્યારે વડોદરા એકેડમિક એસો.દ્વારા વડોદરાના વિદ્યાર્થીઓને એમએસયુમાં પ્રવેશ મળે તેવી માગ કરવામાં આવી છે.અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 


સયાજીરાવ ગાયકવાડનો મ.સ યુનિ.ની સ્થાપના પાછળનો એકમાત્ર ઇરાદો વડોદરાના વિદ્યાર્થીઓને બહાર ભણવા ન જવું પડે એવો હતો.પરંતુ તાજેતરમાં જ રાજ્ય સરકારે ગુજરાતની તમામ કોલેજોને ક્લબ કરી દીધી છે.પરિણામે વિદ્યાર્થીઓ માટેનો 70 ટકા અનામત ક્વોટા રદ કરવાની વાતો ફેલાતા રોષ ફેલાયો છે.આ અંગે અનેક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે.



જો કે હાલ સુધી તેનો કોઈ હલ આવ્યો નથી.ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે એવી માંગ સાથે ક્લેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓનું જૂથ બરોડા હાર્ટ હોસ્પિટલથી રેલી સ્વરૂપે નીકળી મલ્હાર પોઇન્ટ પાસે નવી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. અને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

Reporter: News Plus

Related Post