સાવલી તાલુકાના કનોડા પોઇચા મહીંસાગર નદીમાં ગત રોજ બાધા કરવા આવેલ અલ્પેશ તળપદા નામનો વ્યક્તિ પાણીમાં તણાયો

મૂળ બાંધણી ગામનો રેહવાસી અલ્પેશ તડપતા મહીસાગર નદીનાં ઊંડા પાણીમાં ગરકાવ થતાં ડૂબ્યો..ઘટનાંની જાણ સાવલી પોલીસને થતાં સ્થળ દોડી આવી પહોંચી એન. ડી. આર. એફ ની ટીમ દ્વારા ગઈ કાલ થી શોધખોળ કરતા આજ રોજ સવારે અલ્પેશ મૃતદેહ મડી આવ્યો.

સાવલી પોલીસ દ્વારા બોડીનો કબ્જો લઇ જરૂરી પંચકાસ કરી મૃતદેહને સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી

Reporter: admin