રસમલાઈ બનાવવા માટેની સામગ્રીમાં દોઢ લીટર દૂધ, 150 ગ્રામ ખાંડ, બદામ, કેસર, 14 થી 15 રસગુલ્લા, પિસ્તા જરૂરી છે.
દૂધને અડધા કરતા ઓછું રહે ત્યાં સુધી એક જાડા તડીયા વાળા વાસણમાં ઉકાળવું. તેમાં ખાંડ ઉમેરવી. દૂધ ઉકળે એટલે તેમાં રસગુલ્લા નિતારી ઉમેરી દેવા અને બે થી ત્રણ મિનિટ પછી ગેસ બન્ધ કરી દેવો.
દૂધ ઠંડુ થાય પછી તેને ફ્રિજમાં મૂકવું. પીરસતી વખતે બદામ, પિસ્તાની કાતરી અને કેસર ઓગાળી ઉમેરી દેવું.
Reporter: admin