વડોદરા : યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા કાશીબેન ગોરધનદાસ પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલને નવી તબીબી ઉપકરણોનું દાન કરવામાં આવ્યું છે.

યુનાઈટેડ વે ઓફ બરોડાએ તેની સ્થાપના વર્ષ ૧૯૮૬થી વડોદરા અને આસપાસના વિસ્તારોમાં આરોગ્ય સંભાળ સુધારવાના ઉદ્દેશ સાથે અનેક પ્રોજેકટ્સ અને કાર્યક્રમો ચલાવ્યા છે. છેલ્લા ૩૦ વર્ષથી યુનાઇટેડ વે ઓફ બરોડા એ મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટ, કાશીબેન ગોરધનદાસ પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલને વિવિધ જરૂરિયાતોમાં મદદ પુરી પાડી છે.હૉસ્પિટલમાં નવી પેડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ (PICU) સ્થાપિત કરવા માટે ૫૫ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં નવતર મેડિકલ ઇક્વિપમેન્ટ્સ સ્થાપિત કરવામાં આવ્યા.

આજે આ યુનિટને વધુ અદ્યતન બનાવવા માટે યુનાઈટેડ વે ઓફ બરોડાએ કૉમ્યૂનિટી ઈમ્પેકટ અંતર્ગત નીચે દર્શાવલ સાધનો દાનમાં આપ્યા હતા મીનીયર સ્ટ્રેટ ફોરવર્ડ ટેલિસ્કોપ અને ઓપ્ટિકલ ફોર્સેપ્સ (વિશિષ્ટ હાર્ડ ફોરેન બોડીઝ હેન્ડલ કરવા માટેની ટેકનોલોજી). સેન્ટ્રલ ઓકિસજન પાઈપલાઈન સિસ્ટમ, બેડ હેડ પેનલ્સ PICU મેડિકલ ઇક્વિપમેન્ટ માટે ઇમર્જન્સી બેકઅપ સિસ્ટમ્સ (UPS) અને ૬ વર્ષની એકસ્ટેન્ડેડ વોરંટી સાથે, પેડિયાટ્રિક ન્યુરોસર્જરી માટેના સાધનો અને ઉપકરણ, સેમી ફાઉલર બેડ્સ અને તેની સાથેની ઍકસેસરીઝ દાન કરવામાં આવ્યા હતા આ કાર્યકમ માં ચૂનાઇટેડ વે ઓફ બરોડા ના સભ્યો અને સાંસદ હેમાંગ જોશી સાથે હોસ્પીટલ ના ડોક્ટરો સાથે હોસ્પિટલ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.







Reporter: admin