વડોદરા :એમ એસ યુનિવર્સિટી ની હેડ ઓફિસ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ મુદ્દા ઓને લઈને યુનિવર્સિટી વી સી ને આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી.

વડોદરા શહેરની એમ એસ યુનિવર્સિટી છાસવારે વિવાદમાં આવતી હોય છે ત્યારે આજે ફરી એક વખત કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓની ફી બાબત તેમજ એક્સ્ટર્નલ પરીક્ષાના પરિણામ બાબતે વિવાદમાં આવી છે ત્યારે ટેકનોલોજી ફેકલ્ટીમાં કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં સેલ્ફ ફાઇનાન્સ ની શરૂઆત કરવામાં આવી છે જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ફ્રીમાં અન્યાય જોવા મળ્યો છે તેવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાએ આક્ષેપો કર્યા છે

સાથે વિદ્યાર્થીઓએ MYSY શિષ્યવૃત્તિનો પૂરતો લાભ લઇ શકતા નથી જેથી યુનિવર્સિટી આ વિષયને તાત્કાલિક ધોરણે આગવું લઈ આની પર એક્શન લે તેવી વિનંતી કરી છે સાથે જ એક્સટર્નલ પરીક્ષાના 45 દિવસ થઈ ગયા હજુ સુધી પરિણામ નથી આવ્યો જેને લઈને ક્યાંક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે ત્યારે પ્રથમ વખત એવું જોવા મળ્યું કે જ્યાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ પોતે આવેદનપત્ર લેવા માટે બહાર આવી ઊભા રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓમાં પણ એક અલગ લાગણી વાઇસ ચાન્સેલર પ્રત્યે જોવા મળી હતી.




Reporter: admin