News Portal...

Breaking News :

અમેરિકા ઑઈલ અને ગેસની નિકાસ વધારશે, USA બીજા દેશો પર ટેક્સ અને ટેરિફ વધારશે : ડોનાલ્ડ ટ્રમ્પ

2025-01-21 08:21:24
અમેરિકા ઑઈલ અને ગેસની નિકાસ વધારશે, USA બીજા દેશો પર ટેક્સ અને ટેરિફ વધારશે : ડોનાલ્ડ ટ્રમ્પ


વોશિંગ્ટન : 20મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા. તેમણે બાઇબલ પર હાથ મૂકી શપથ લીધા. 


શપથવિધિ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધનમાં જણાવ્યું હતું કે હું ટૂંક જ સમયમાં અનેક ઐતિહાસિક આદેશ આપવાનો છું જેના કારણે ફરી અમેરિકાનો સુવર્ણયુગ શરૂ થશે. ટ્રમ્પે સંબોધનની શરૂઆતમાં કહ્યું હતું કે અમેરિકાનો સુવર્ણકાળ હવે શરૂ થઈ ગયો છે. દુનિયામાં ફરી અમેરિકાનું સન્માન વધશે. અમે અમેરિકાને તેની સંપ્રભુતા અને સુરક્ષા પરત અપાવીશું અને આ દેશ ફરી મહાન અને તાકાતવર બનીને ઉભરશે.ડોનાલ્ડ ટ્રમ્પે શપથવિધિ બાદ જ મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે મેક્સિકો બોર્ડર પર ઈમરજન્સી લાગુ કરવામાં આવશે. મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવવામાં આવશે અને ઘૂસણખોરોને અમેરિકાથી કાઢી મૂકીશું. ટ્રમ્પેમાં વધુ એક મોટી જાહેરાત કરતાં કહ્યું હતું, કે હવેથી અમેરિકા પણ ઑઈલ અને ગેસની નિકાસ વધારશે અને આ દેશ મેન્યૂફેક્ચરિંગ હબ બનશે. 


અમે બીજા દેશો પર ટેક્સ અને ટેરિફ વધારીશું. દેશમાં કાયદો અને વ્યવસ્થા સારી કરીશું. અમેરિકામાં ડ્રગ્સ તસ્કરને આતંકવાદી જાહેર કરવામાં આવશે.ઈઝરાયલ અને પેલેસ્ટાઇન તથા યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું, કે 'હું દેશોને એક કરવાના પ્રયાસ કરીશ. શાંતિની સ્થાપના કરવી એ જ મારી પ્રાથમિકતા હશે. વિરોધીઓ પર બદલાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવશે નહીં, હું યુદ્ધ રોકવા માટે પ્રયાસ કરીશ. બીજા દેશોના યુદ્ધમાં અમેરિકાની સેના નહીં જાય. હું ઈચ્છું છું કે દુનિયા મને શાંતિદૂત તરીકે ઓળખે. મારી શપથવિધિ પહેલા ઈઝરાયલના કેદીઓ છૂટી ગયા. મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપના માટે પ્રયાસ કરીશું.'ટ્રમ્પે ચીનને પડકાર ફેંકતા કહ્યું હતું, કે 'પનામા કેનાલ પરથી ચીનનો કબજો ખતમ કરીને રહીશું. પનામા કેનાલ પનામા દેશને પરત આપીને ભૂલ કરી પણ હવે પનામા કેનાલ પરત લઈશું. મેક્સિકોની ખાડીનું નામ બદલીને અમેરિકાની ખાડી કરીશું.'

Reporter: admin

Related Post