News Portal...

Breaking News :

રાષ્ટ્રપતિ પદે ટ્રમ્પની શપથ વિધિ રોટુંડા હૉલમાં યોજાશે

2025-01-20 22:05:39
રાષ્ટ્રપતિ પદે ટ્રમ્પની શપથ વિધિ રોટુંડા હૉલમાં યોજાશે


વોશિંગ્ટન : શપથવિધિ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયાએ વોશિંગ્ટનના લાફાયેટ સ્ક્વેર સ્થિત સેંટ જોન્સ એપિસ્કોલ ચર્ચમાં પ્રાર્થના કરી હતી. 


ટ્રમ્પની શપથવિધિમાં સામેલ થવા માટે ભારતના પ્રતિનિધિ તરીકે વિદેશમંત્રી એસ. જયશંકર અમેરિકા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ માટે ખાસ પત્ર પણ પાઠવ્યો છે.અમેરિકાના સમય અનુસાર બપોરે 12 વાગ્યે (ભારતીય સમય અનુસાર આજે રાત્રે10:30) તેઓ શપથ લેશે. જોકે શપથવિધિ અગાઉ અમેરિકામાં કુદરતનો કેર જોવા મળી રહ્યો છે. જેના કારણે ટ્રમ્પે સમર્થકોને રસ્તા પર ઉજવણી ન કરવા અપીલ પણ કરી છે. કડકડતી ઠંડીના કારણે 40 વર્ષ બાદ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની શપથવિધિ ખુલ્લા આકાશ નીચે નહીં પણ રોટુંડા હૉલમાં યોજાશે. અગાઉ 1985માં પણ ઈનડોર શપથવિધિ યોજાઇ હતી.અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પની જીત બાદથી જ દુનિયાભરના દેશોના રાજકારણ પર તેજીથી ફેરબદલ થઈ રહ્યા છે. 


એવામાં ટ્રમ્પે કહ્યું છે કે ખુરશી સંભાળતા જ તેઓ 100 મહત્વપૂર્ણ ફાઈલો પર સહી કરશે. અમેરિકામાં શપથવિધિના કાર્યક્રમની શરૂઆત સવારથી જ શરૂ થઈ જશે. સૌથી પહેલા ચર્ચમાં પ્રાર્થના સભા યોજાશે. પછી ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા તથા બાઈડેન અને તેમના પત્ની જિલ બાઈડેન વ્હાઇટ હાઉસમાં ચા પીશે. બાદમાં બંનેનો કાફલો કેપિટલ હિલ બિલ્ડિંગ પહોંચશે. સંગીત કાર્યક્રમ યોજાશે. પછી રાષ્ટ્રપમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની શપથવિધિ યોજાશે. શપથવિધિ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સભાને સંબોધિત કરશે. જો બાઈડેન અને કમલા હેરિસને સન્માન સાથે વિદાઇ આપવામાં આવશે. જે પછી ટ્રમ્પ અને જેડી વાન્સ પરેડમાં સૈનિકોની સલામી લેશે.

Reporter: admin

Related Post