વડોદરા મહાનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ ૧૧ જાન્યુઆરી થી ૨૫ જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય કાર્યક્રમ ‘સંવિધાન ગૌરવ અભિયાન ‘ ની ઉજવણી થનાર છે.

ભાજપાએ હંમેશા સંવિધાનને સર્વોપરી માની નીતિઓ ઘડી છે તથા ડો બાબાસાહેબ આંબેડકરજીનું સન્માન અકબંધ રાખ્યું છે. બાબા સાહેબ અને સંવિધાનને જો કોઈ વધુ સંન્માન આપી રહ્યું હોય તો એ ભાજપ આપે છે આ પાર્ટીની વિચારધારાને પ્રજા સમક્ષ મૂકવા વડોદરા મહાનગર અધ્યક્ષ ડો. વિજયભાઈ શાહના વડપણ હેઠળ તારીખ ૧૨ જાન્યુઆરી અને ૧૩ જાન્યુઆરીના રોજ શહેરના દરેક વોર્ડ કક્ષાએ મીટીંગ કરી હતી.
અભિયાનના ભાગ રૂપે 22 મી ના રોજ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાશે જે અંતગૅત વોર્ડ પ્રમુખ મહામંત્રી મોરચાના પ્રમુખ મહામંત્રીઓ સાથે મહામંત્રી જશવંતસિંહ સોલંકી ,સત્યેનભાઈ કુલબકાર મોરચાના પ્રમુખ હર્ષદ પરમાર શિક્ષક સેલ નવીન સિંહ જેતાવટ મિટિંગ કરી કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપ્યું હતું
Reporter: admin