વધતી ટેકનોલોજી અને ઇન્ટરનેટના જમાનામાં સાયબર ક્રિમીનલ્સ લોકોના બેંક ખાતા ખાલી કરી રહ્યા છે

ત્યારે લોકોમાં સાયબર ફ્રોડ વિશે જાગૃક્તા ફેલાય તે માટે શહેર પોલીસ દ્વારા પણ પ્રયાસો શરુ કરાયા છે. શહેરના ગોરવા પોલીસ મક દ્વારા સુરક્ષા સંવાદનું આયોજન કરીને નાગરીકોને સાયબર ફ્રોડ અને સાયબર માફિયાઓની અવનવી ટેકનીકની માહિતી અપાઇ હતી, લોકોને સાયબર માફિયાઓથી કઇ રીતે સાવચેત રહેવું અને કઇ રીતે બચવું તેનું માર્ગદર્શન અપાયું હતું.

સોમવારે ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન.લાઠીયા અને તાબાના સ્ટાફ દ્વારા સહયોગ પોલીસ ચોકી ખાતે સુરક્ષા સવાંદનુ આયોજન કરવામા આવ્યુ જેમા મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો હાજર રહ્યા હતા. આ મિટિંગમા સાયાબર ફ્રોડ તેમજ ચોરીના બનાવ અટકાવવા અંગેના મુદ્દા ઉપર તથા કાયદાકીય કોઈ અગવડતા પડતી હોય તેનો ઉકેલ લાવવા અંગે માહિતી અપાઇ હતી અને સુરક્ષા સવાંદ યોજવામાં આવ્યો હતો.

Reporter: admin







