મુંબઈઃ પત્નીના કથિત ત્રાસથી કંટાળી ઘાટકોપરના કચ્છી વેપારીએ જોગેશ્વરી સ્ટેશન પાસે ટ્રેન સામે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું.
વેપારીના મોબાઈલ ફોનમાંથી એક વીડિયો મળી આવ્યો હતો, જેમાં આત્મહત્યા પહેલાં વેપારીએ પત્ની વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. પોલીસે વેપારીની પત્ની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.અંધેરી જીઆરપીના સિનિયર ઈન્સ્પેક્ટર નીતિન લોઢેએ જણાવ્યું હતું કે ઘટના ગુરુવારની રાતે ૮.૩૦ વાગ્યાની આસપાસ બની હતી.
મૃતકની ઓળખ ભરત નાનજી રાવરિયા (૩૮) તરીકે થઈ હતી. ભરતે ચર્ચગેટ જતી ટ્રેન સામે પડતું મૂકી કથિત આત્મહત્યા કરી હતી.મળતી માહિતી અનુસાર અધોઈ ગામનો અને હાલમાં ઘાટકોપરમાં રહેતો ભરત સ્ટેશનરીની દુકાન ધરાવતો હતો. પત્ની રિંકલ સાથે તેને છેલ્લા થોડા સમયથી બનતું નહોતું. તાજેતરમાં પત્ની સાથે થયેલી રકઝક પછી તે જોગેશ્વરીમાં ભાઈને ઘેર રહેવા આવ્યો હતો.
Reporter: admin