અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને NATOની બેઠક દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને રાષ્ટ્રપતિ પુતિન તો એક પ્રેસ કોન્ફરન્સમાં કમલા હેરિસને ટ્રમ્પ ગણાવી દીધા હતા.
તેમણે આ પ્રકારની લોથ એવા સમયે મારી છે જ્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેમની ઉમેદવારી સામે પહેલાંથી જ સવાલો ઊઠી રહ્યા છે. બાઈડેનની આ પ્રકારની ભૂલોને કારણે જ હવે તેમના સમર્થકો પણ તેમણે રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવા અપીલ કરી રહ્યા છે. અમેરિકામાં વોશિંગ્ટનમાં નાટો દેશોની એક બેઠક ચાલી રહી હતી.
આ બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પણ આવ્યા હતા. બાઈડેને બેઠક દરમિયાન જ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ભૂલથી રાષ્ટ્રપતિ પુતિન કહી દીધા હતા.જોકે થોડીક જ વારમાં ભાન થતાં તેમણે પોતાની ભૂલ સુધારી હતી. તેમની આ ભૂલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
Reporter: News Plus