રાજ્યમાં વ્યાજખોરોનું દુષણ લાવવા માટે રાજ્ય પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેના ઉપલક્ષણમાં શહેર પોલીસ તંત્ર દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં વ્યાજખોરો વિરુદ્ધ યોજીને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે .
વ્યાજખોરો વિરુદ્ધનીઆ ઝુંબેશ અંગે મકરપુરા પોલીસ મથક ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમર સહિત ડીસીપી લીના પાટીલ અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મકરપુરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 500થી વધારે નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં નાગરિકોને વ્યાજખોરિના દૂષણથી કેવી રીતે બચવું તે અંગેની માહિતી શહેર પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી હતી આ કાર્યક્રમની અંદર વિવિધ બેંકના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા જેઓએ લોન ની સ્કીમ અંગે માહિતી ઉપસ્થિત નાગરિકોને આપી હતી.
કાર્યક્રમમાં હાજર રહેલ 65 જેટલા નાગરિકોની 1.22 કરોડની લોન પણ આ કાર્યક્રમમાં મંજૂર કરાવામાં આવી હતી. મંજૂર કરાયેલ લોનનો ચેક પોલીસ અધિકારીઓના હસ્તે લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. વ્યાજખોરો સામેની આ ઝુંબેશને શહેરના નાગરિકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શહેર પોલીસ વિભાગ દ્વારા વિવિધ ઝોનમાં આ પ્રકારના કાર્યક્રમનું યોજવામાં આવ્યા હતા જેમાં વ્યાજખોર સંબંધિત અનેક ફરિયાદો પણ પોલીસના ચોપડે નોંધવામાં આવી હતી અને બમનું વ્યાજ વસુલ કરતા વ્યાજખોરો સામે પણ પોલીસે કાર્યાવહી હાથ ધરી હતી મહત્વનું છે કે પોલીસના આ અભિગમને લીધે સમાજમાંથી વ્યાજખોરનું દુષણને મહદ અંશે અટકાવી શકાશે.
Reporter: News Plus