હરણી પોલીસે ગોલ્ડન ચોકડી પાસેથી 73 લાખનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરીને બે ઇસમોની ધરપકડ કરી હતી જ્યારે આ જથ્થો મોકલનાર એક ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
રાજ્યમાં વિદેશી શરાબના વેપલાને લઈને શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક તરફ સ્ટેટ મોનીટરીંગની ટીમો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે હવે શહેર પોલીસ દ્વારા વિદેશી શરાબના વેપલા સાથે સંકળાયેલા બુટલેગરો સામે પણ કડક કાર્યવાહી કરી વિદેશી દારૂ ઝડપવાની કામગીરી હાથ ધરાઈ છે. પોલીસની કામગીરીને પગલે છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કરોડો રૂપિયાનો વિદેશી શરાબ ઝડપાયો છે.
હરણી પોલીસને બાતમી મળી હતી કે ગોલ્ડન ચોકડી પાસે એક ટ્રકમાં વિદેશી શરાબ નો જથ્થો આવી રહ્યો છે. આ બાતમીના આધારે હરણી પોલીસ વોચમાં હતી અને ગોલ્ડન ચોકડી પાસે બાતમીવાળી ટ્રક આવતા તેને ઊભી રાખી તેમાં તપાસ કરતા 73.20 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે ટ્રકના ડ્રાઇવર ફતેસિંહ સિસોદિયા અને ક્લીનર દરજનસિંહ કિશોરસિંહ સિસોદિયા ને ની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી જેમાં દારૂ મોકલનાર ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરીટ્રકમાંથી મળી આવેલ બે ઇસમોની ધરપકડ કરી છે.
Reporter: News Plus