News Portal...

Breaking News :

અમેરિકાનો પશ્ચિમ એશિયામાં મિસાઈલ ગાઈડેડ સબમરીન મોકલવાનો આદેશ

2024-08-13 10:06:38
અમેરિકાનો પશ્ચિમ એશિયામાં મિસાઈલ ગાઈડેડ સબમરીન મોકલવાનો આદેશ


વોશિંગ્ટનઃ ખાડી યુદ્ધના ભણકારા પગલે અમેરિકાના સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટીને પશ્ચિમ એશિયામાં મિસાઈલ ગાઈડેડ સબમરીન મોકલવાનો આદેશ આપ્યો છે.


યુએસએસ અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયર ‘ને આ વિસ્તાર તરફ ઝડપથી આગળ વધવા માટે નિર્દેશ આપ્યો છે. ઓસ્ટીને આ આદેશ એવા સમયે આપ્યો છે જ્યારે ઈઝરાયેલે ઈરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હાનિયા અને બેરૂતમાં મુખ્ય હિઝબુલ કમાન્ડર ફૌદ શુકુરની હત્યા કરી હતી. જેની બાદ આ ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે. આ હત્યાઓ પછી ઈરાન અને હિઝબુલ્લાહ તરફથી જવાબી હુમલાનો ડર છે. આ કારણે અમેરિકા પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં પોતાની સૈન્ય હાજરી વધારી રહ્યું છે.


અમેરિકી સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી મેજર જનરલ પેટ રાયડરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓસ્ટિને ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાન્ટ સાથે વાત કરી હતી અને ઈઝરાયેલની સુરક્ષા માટે દરેક સંભવિત પગલા ભરવાની અમેરિકાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. રાયડરના જણાવ્યા મુજબ, ગેલન્ટ સાથેની તેમની વાતચીતમાં, ઓસ્ટિને વધતા પ્રાદેશિક તણાવનો સામનો કરવા માટે પશ્ચિમ એશિયામાં યુએસ સૈન્ય હાજરી અને ક્ષમતાઓને મજબૂત કરવાનો ઉલ્લેખ કર્યો હતો.એશિયા પેસિફિક ક્ષેત્રમાં ‘અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયર’ને પહેલેથી જ આ ક્ષેત્રમાં હાજર ‘યુએસએસ થિયોડોર રૂઝવેલ્ટ એરક્રાફ્ટ’ નું સ્થાન લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ‘યુએસએસ થિયોડોર રૂઝવેલ્ટ એરક્રાફ્ટ’ પશ્ચિમ એશિયાથી ટૂંક સમયમાં પરત ફરવાનું શરૂ કરશે.

Reporter: admin

Related Post