વોશિંગટન: ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ X પર સોશિયલ મીડિયા સાઇટના માલિક ઈલોન મસ્કને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો.
પેન્સિલવેનિયામાં થયેલા હુમલાના સવાલ પર ટ્રમ્પ હસ્યા અને કહ્યું- તે અનુભવ ઘણો ખરાબ હતો. હુમલા બાદથી હું ભગવાનમાં વધુ વિશ્વાસ કરવા લાગ્યો છું.મસ્કે કહ્યું હતું કે વિપક્ષ તમારા પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ પ્રત્યે નરમ વલણ હોવાનો આરોપ લગાવે છે.તેના પર ટ્રમ્પે કહ્યું હતું, 'એવું નથી. હું પુતિન અને કિમ જોંગને સારી રીતે ઓળખું છું. તેઓ ખૂબ જ ચાલાક અને ક્રૂર નેતા છે. મેં પુતિનને યુક્રેન પર હુમલો ન કરવાની સલાહ આપી હતી. તેણે વચન પણ આપ્યું કે તે આવું નહીં કરે.'ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દે મસ્કે કહ્યું હતું કે, 'તે માને છે કે મોટાભાગના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ ખરાબ નથી.' ટ્રમ્પે આ વાત પર સંમત થયા હતા અને ઉમેર્યું કે, હા આ બિલકુલ સાચું છે. બધા ખરાબ નથી હોતા.
જોકે, ટ્રમ્પ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની નિંદા કરતા રહ્યા છે. તેમનું કહેવું છે કે દુનિયાભરના દેશો પોતાની જેલો ખાલી કરી રહ્યા છે અને ખરાબ લોકોને અમેરિકા મોકલી રહ્યા છે.કિમ જોંગ સાથે ટ્વિટર યુદ્ધ પર વાત કરી ટ્રમ્પે કહ્યું હતું કે, 'કિમ જોંગ ઉન સાથે તેમના સારા સંબંધ છે. તેમણે પોતાનું પ્રખ્યાત 'રોકેટ મેન' ટ્વિટ પણ યાદ કર્યું. વાસ્તવમાં ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે ટ્વિટર યુદ્ધ ચાલી રહ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે તેમનું 'મોટું લાલ બટન' વધુ સારું કામ કરે છે. ટ્રમ્પ અહીં પોતાના પરમાણુ હથિયારોની તુલના ઉત્તર કોરિયા સાથે કરી હતી.
Reporter: admin