News Portal...

Breaking News :

અમેરિકાએ ભારતને આશરે 93 મિલિયન ડૉલરના મૂલ્યના સંરક્ષણ હથિયારોના વેચાણને મંજૂરી આપી

2025-11-20 10:09:37
અમેરિકાએ ભારતને આશરે 93 મિલિયન ડૉલરના મૂલ્યના સંરક્ષણ હથિયારોના વેચાણને મંજૂરી આપી


વોશિંગ્ટન : ભારત અને અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવતા એક મહત્ત્વના નિર્ણયમાં અમેરિકાએ ભારતને આશરે 93 મિલિયન ડૉલરના મૂલ્યના સંરક્ષણ હથિયારોના વેચાણને મંજૂરી આપી દીધી છે. 


આ મંજૂરીથી ભારતને અત્યાધુનિક જેવેલિન એન્ટી-ટેન્ક મિસાઈલો અને એક્સકેલિબર પ્રિસિઝન-ગાઇડેડ આર્ટિલરી રાઉન્ડનો નવો જથ્થો પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો થયો છે.ડિફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સી (DSCA) દ્વારા આ પ્રસ્તાવિત ટ્રાન્સફરની કોંગ્રેસને ઔપચારિક રીતે સૂચના આપી દેવામાં આવી છે. જેમાં 100 FGM-148 જેવેલિન મિસાઈલો, 25 હળવા કમાન્ડ લોન્ચ યુનિટ્સ (LCLU),  216 એક્સકેલિબર આર્ટિલરી રાઉન્ડ્સ (આશરે 47 મિલિયન ડૉલર)નો સમાવેશ થાય છે.


DSCAના નિવેદન અનુસાર, આ ડીલમાં લાઈફસાઇકલ સપોર્ટ, સલામતી નિરીક્ષણ, ઓપરેટર તાલીમ, લોન્ચ યુનિટ્સ માટે નવીનીકરણ સેવાઓ અને સંપૂર્ણ કાર્યકારી ક્ષમતા માટે જરૂરી અન્ય સંબંધિત તત્વોનો પણ સમાવેશ થાય છે.

Reporter: admin

Related Post