News Portal...

Breaking News :

ઇઝરાયેલનો બુધવારે ગાઝા પટ્ટીમાં ભીષણ હવાઈ હુમલો : 27 પેલેસ્ટિનિયનોના મોત

2025-11-20 10:06:25
ઇઝરાયેલનો બુધવારે ગાઝા પટ્ટીમાં ભીષણ હવાઈ હુમલો : 27 પેલેસ્ટિનિયનોના મોત


ગાઝા: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા મહિને થયેલો યુદ્ધવિરામ હવે ખતરામાં મુકાઈ ગયો છે. ઇઝરાયેલે બુધવારે ગાઝા પટ્ટીમાં ભીષણ હવાઈ હુમલો કર્યો, જેમાં 27 પેલેસ્ટિનિયનોના મોત થયા. 


આ ઉપરાંત, ઇઝરાયેલે લેબનોનમાં પણ કરેલા અલગ-અલગ હવાઈ હુમલાઓમાં 14 લોકો માર્યા ગયા છે, જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.ઇઝરાયેલી સેનાએ બુધવારે હમાસ-નિયંત્રિત ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા કર્યા હતા. હમાસના નાગરિક સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ગાઝા શહેરના ઉત્તરીય ભાગમાં 12 લોકો અને દક્ષિણી ખાન યુનિસ ક્ષેત્રમાં 10 લોકો સહિત કુલ 27 લોકો માર્યા ગયા હતા.


ઇઝરાયેલી સેના (IDF) એ દાવો કર્યો છે કે આ હુમલો આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી યુદ્ધવિરામ ભંગની કાર્યવાહીના જવાબમાં હતો. સેનાના જણાવ્યા મુજબ, આતંકવાદીઓએ દક્ષિણ ગાઝામાં કાર્યરત ઇઝરાયેલી સૈનિકો તરફ ગોળીબાર કર્યો હતો, જે યુદ્ધવિરામ કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું. જવાબમાં, IDFએ ગાઝા પટ્ટીમાં હમાસના આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા શરૂ કર્યા.

Reporter: admin

Related Post