વડોદરા: પાવાગઢની તળેટીમાં જીપ પાર્કિંગ વિસ્તારમાં ઇનોવા કારની પાછળની સીટ પરથી એક યુવક અને યુવતી મૃત હાલતમાં મળી આવ્યા હતા.
સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી કારનો દરવાજો ખોલાવતાં પાછળની સીટમાં યુવક યુવતી મૃત હાલતમાં જોવા મળ્યા. યુવક યુવતીએ આપઘાત કર્યું છે કે, અન્ય કારણે આ અંતિમ પગલું ભર્યું છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.યાત્રાધામ પાવાગઢની તળેટીમાં બસ સ્ટેન્ડની આગળ માંચી જવાના રસ્તા પાસે પાર્કિંગની જગ્યામાં આ કાર બે દિવસથી પાર્ક કરેલી હતી.
આ કાર અમદાવાદ પૂર્વ પાસિંગ જીજે 27 સિરીઝની ઇનોવા કાર પાર્ક કરેલી હતી. સ્થાનિક રહીશોએ આ કાર ચાલુ હતી અને તેનું એસી પણ ચાલુ હોવાનું જણાવ્યું હતું. કારની પાછળની સીટ ઉપર એક યુવક અને યુવતી બેઠેલા દેખાયા હતા. સ્થાનિકોને આ કાર બીજા દિવસે પણ તે જ જગ્યાએ દેખાતા શંકા ગઈ હતી. જે જોવા માટે લોકોના ટોળેટોળા ત્યાં પહોંચ્યા હતા.
Reporter: admin







