વડોદરા : આવનાર મહોરમ તહેવારને ધ્યાનમાં રાખીને કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખાનગી હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.

વડોદરા શહેરમાં વિવિધ ધર્મ તેમજ સમાજના તહેવારોની ઉજવણી ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવતો હોય છે. કોઈની અનિચ્છનિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ તહેવાર સંપન્ન થાય તે હેતુસર શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. આવનાર મોહરમ તહેવારને ધ્યાનમાં રાખીને કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ખાનગી હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.

આ શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. અને ખાસ કરી ચાર દરવાજા વિસ્તારમાં લાવ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાયો હતો ડીસીપી ઝોન -૪ ના ડીસીબી પન્ના મોમાયા તેમજ ડીસીપી ઝોન -૪ ના તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ ઉપસ્થિત રહ્યા હતા.



Reporter: admin