News Portal...

Breaking News :

ગોત્રીના રેવન્યુ સર્વે નંબર ૫૩૦ ટીપી સ્કીમ ૬૧ ફાઈનલ પ્લોટ ૨૦ માં કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું

2025-06-29 11:50:53
ગોત્રીના રેવન્યુ સર્વે નંબર ૫૩૦ ટીપી સ્કીમ ૬૧ ફાઈનલ પ્લોટ ૨૦ માં કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું


બાંધકામ પરવાનગી શાખાના ડે.ટી.ડી.ઓ દિનેશભાઈ દેવમુરારી દ્વારા થતો મોટો ભ્રષ્ટાચાર..



દિનેશ  દેવમુરારીએ ખોટા જાતિ સર્ટિફિકેટ રજૂ કરી પોતાની નોકરી બચાવી રાખી છે. કોર્પોરેશનમાં એ સંદર્ભ ઇન્કવાયરી ચાલુ...
પશ્ચિમ ઝોનમાં આવતા વહીવટી વોર્ડ નંબર ૯ મોજે ગોત્રી ના રેવન્યુ સર્વે નંબર ૫૩૦ ટીપી સ્કીમ નંબર ૬૧ ફાઈનલ પ્લોટ નંબર ૨૦ માં આવેલ શિવમ પાર્ટી પ્લોટ વાળી જગ્યામાં A- ટાઈપ ગ્રાઉન્ડ ફ્લોર ફસ્ટ ફ્લોર કેબીનની રજાચિઠી નં ૦૦૩LD૨૩૨૪૦૧૪૭ તા-૧-૫-૨૪થી  પરવાનગી આપવામાં આવેલ છે. અને માલિક દ્વારા આપેલ રજાચિઠી વિરુદ્ધનુ સ્થળે બાંધકામ કરેલ હોય તે સંદર્ભ બાંધકામ પરવાનગી શાખાના ડે.ટી.ડી.ઓ  દિનેશભાઈ દેવમુરારી દ્વારા તા-૨૨-૫-૨૫ ના રોજ ગેરકાયદેસર બાંધકામ દુર કરવા સંદર્ભ નોટિસ આપવામા આવેલ. તેમજ  સદર રજાચિઠી મેળવનાર લાયસન્સ હોલ્ડર આકીઁઁટેકટ દવારા મોજે ગોત્રી ના રેવન્યુ સર્વે નંબર ૫૩૦ ટીપી સ્કીમ નંબર ૬૧ ફાઈનલ પ્લોટ નંબર ૨૦ માં આવેલ શિવમ પાર્ટી પ્લોટવાળી મિલકતના માલિક દ્વારા સ્થળે મેળવેલ રજાચિઠી વિરુદ્ધ નુ બાંધકામ કરેલ હોય તેથી તા-૨૫-૬-૨૫  રોજ બાંધકામ પરવાનગી શાખામાં બાંધકામ તપાસનીસ ને એક પત્ર લખી અને લેખીતમા જણાવેલ છે,કે લાયસન્સ હોલ્ડર તરીકે પોતે મેળવેલ રજા ચિઠ્ઠીમાં પોતે હવે કામ કરવા માંગતા નથી. તેથી સદર કેસમાંથી પોતે છૂટા થાય છે. એવો એક પત્ર લેખીતમા આપેલ છે. અને સદર ગેરકાયદેસર બાંધકામ બાબતે ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર દિનેશભાઈ દેવમુરારીએ વોર્ડ નં ૯ મોજે ગોત્રી ના રેવન્યુ સર્વે નંબર ૫૩૦ ટીપી સ્કીમ નંબર ૬૧ ફાઈનલ પ્લોટ નંબર ૨૦ માં આવેલ શિવમ પાર્ટી પ્લોટ વાળી મિલકતના માલિક દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરેલું છે. તે સંદર્ભ તારીખ ૨૨-૫ -૨૦૨૫ ના રોજ સદર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબતે નોટિસ આપેલ છે. અને બીજી બાજુ એજ ગેરકાયદેસર બાંધકામ કરેલ વાળી મિલકતમાં ગેરકાયદેસર બાંધકામ હોવા છતાં દિનેશભાઈ દેવમુરારીએ  જાણમા હોવા છતા મોટો ભ્રષ્ટાચાર કરીને ડે.ટી.ડી.ઓ દિનેશભાઈ દેવમુરારી દ્વારા કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવેલ છે.



ગેરકાયદેસર પરવાનગીઓની ફાઈલોની વિજલન્સ તપાસ થવી જોઈએ
દિનેશભાઈ દેવ મુરારી ટૂંક સમયમાં નિવૃત્ત થતા હોય તેથી તેમણે બાંધકામ પરવાનગી શાખામાં છેલ્લે છેલ્લે મોટો ભ્રષ્ટાચાર કરી અને ઘણી બધી ગેરકાયદેસર પરવાનગીઓ તેમજ કોમ્પિટિશન સર્ટિફિકેટ, ઓક્યુપેશન સર્ટિફિકેટ, તેમજ ઇમ્પેક્ટના કેસો મંજૂર કરેલ છે. તે તમામ ફાઈલોની મ્યુનિસિપલ કમિશનરશ્રી દવારા વિજિલન્સ દ્વારા તપાસ કરી અને કાયદેસરના પગલાં ભરવા જોઈએ. દિનેશ  દેવમુરારીએ અગાઉ પણ ખોટા સર્ટિફિકેટ રજૂ કરી અને કોર્પોરેશનમાં એ સંદર્ભ ઇન્કવાયરી ચાલુ છે. એમાં પણ તટસ્થ તપાસ થવી જરૂરી છે. દિનેશભાઈ દેવમોરારી બાંધકામ પરવાનગી શાખામાં ડે.ટી.ડી.ઓ તરીકે નિમણૂક પામેલ ત્યારથી એમણે જે જે બાંધકામ પરવાનગીની વિકાસ પરવાનગીઓ રજાચિઠીઓ આપેલ છે.  કમ્પ્લીશન સર્ટિફિકેટ, ઓક્યુપેશન સર્ટિફિકેટ, તેમજ ઇમ્પેક્ટ ની ફાઈલો જે મંજૂર કરેલ છે. એ તમામ ફાઈલોની મ્યુનિસિપલ કમિશનરશ્રી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિજિલન્સ તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.દિનેશ દેવમુરારી દ્વારા કરેલ ભ્રષ્ટાચારની મ્યુનિસિપલ કમિશનર ,મેયર, ચેરમેન દ્વારા  પુરી તપાસ કરવામા આવે તો બાંધકામ પરવાનગી ના બીજા કર્મચારીઓ,અધિકારીઓનો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.

Reporter: admin

Related Post