News Portal...

Breaking News :

યુનાઈટેડ વેના આયોજકોએ રિફંડની જાહેરાત

2025-09-23 10:20:06
યુનાઈટેડ વેના આયોજકોએ રિફંડની જાહેરાત


ખેલૈયાઓએ ગ્રાઉન્ડમાં કાદવ કીચડની બૂમો પાડી
વડોદરા :નવરાત્રિના પહેલા નોરતે વડોદરાના યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડના પગલે ખેલૈયાઓએ ભારે હોબાળો મચાવી ગરબા ગાવાનું બંધ કરી દીધું હતું. જેના પગલે આયોજકોએ પહેલા દિવસના રિફંડની જાહેરાત કરી હતી.


વડોદરાના સૌથી મોટા ગરબામાં પહેલા દિવસે (22મી સપ્ટેમ્બર) ખેલૈયાઆએે મન મૂકીને ગરબા રમવાનું શરૂ કર્યુ હતું. પહેલા સેશનમાં અંદાજે 25 હજાર યુવક -યુવતીઓ ગરબે ઘૂમ્યા હતા અને ગરબાની જમાવટ કરી હતી, પરંતુ બીજા સેશનમાં કેટલાક ખેલૈયાઓએ ગ્રાઉન્ડમાં કાદવ કીચડ હોવાની બૂમો પાડી હોબાળો મચાવ્યો હતો. મુખ્ય ગાયક અતુલ દાદા અને ગરબા ગાયક વૃંદને ટાર્ગેટ બનાવી કાદવ તેમના તરફ ફેંક્યો હતો. અતુલ દાદા સાથે કેટલાકે ગેરવર્તન કર્યુ હતું. અતુલ દાદાએ ખેલૈયાઓને સમજાવવાની કોશિષ કરી હતી, પરંતુ રિફંડ રિફંડના નારા લગાવીને ગરબા અટકાવી દીધા હતા. 


યુનાઈટેડ વેના આયોજકોએ પહેલા દિવસના રિફંડની જાહેરાત કરી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે, 'અમને એક દિવસ ગ્રાઉન્ડ સરખુ કરવા માટે આપો. અમે ખોટા વચનો આપતા નથી. બીજા નોરતે ગ્રાઉન્ડ અગાઉના વર્ષો જેવુ જ કરી દેવામાં આવશે.' તેમ છતાં જે ખેલૈયાઓને રિફંડ જોઈતુ હોય તેઓ ગરબા ગ્રાઉન્ડ પર આવેલા સ્ટોલ પર તેમના પાસ જમા કરાવી દેશે તો તેઓને આગામી છ દિવસમાં ઓનલાઈન તેઓના ખાતામાં પૈસા જમા કરાવી દેવામાં આવશે.

Reporter: admin

Related Post