યુનાઇટેડ વે ના ખેલૈયાઓ દ્વારા સોસાયટીઓના બહાર કરવામાં આવતું પાર્કિંગને લઈને સ્થાનિકો હેરાન પરેશાન

યુનાઇટેડ વે ગરબા આયોજકોની સાથે ખેલૈયાઓનિ પણ દાદાગીરી જોવા મળી વડોદરા શહેરના કલાલી વિસ્તારોમાં યોજાતા યુનાઇટેડ વે ગરબાના આયોજકો દ્વારા પાર્કિંગની સમાચાર લઈને અનેક વખત વિવાદોમાં આવ્યા પરંતુ તંત્રનું પેટનું પાણી હાલતું નહી. અહીં માત્ર ટ્રાફિક પોલીસ નામની કાર્યવાહી કરતું હોય છે પરંતુ ખેલૈયાઓના વહીકલોના આડેધડ પાર્કિંગના કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી ગઈ છે. આ સોસાયટીમાં સિનિયર સિટીઝન લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે.

સ્થાનિક લોકોએ અનેક વખત તંત્રને જાણ કરી પરંતુ માલે તુજાર ની નીતિને લઈ લોકો હેરાન થઈ રહ્યા છે અકસ્મિત બનાવો બને તો ઇમર્જન્સી વાહન પણ અંદર આવી શકે તેવી પરિસ્થિતિ છે. યુનાઇટેડ વે ગરબાના બાઉન્સરોની પણ દાદાગીરી જોવા મળી. ગ્રાઉન્ડમાં પાર્કિંગના બદલે સોસાયટીઓના રોડ ઉપર કરતા હોય છે. જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે સ્થાનિક લોકોએ આજે મીડિયા સમક્ષ વેદના વ્યક્ત કરી હતી અને આ ગરબા આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી






Reporter: admin







