ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી વડોદરા શહેર પોલીસ ઝોન 3 એલસીબીની ટીમ.
વડોદરા શહેર પોલીસ એલસીબી ઝોન 3એ આરોપી પ્રવીણ ઉર્ફે અનિલ ઠાકરડાને પકડી પાડ્યો..અન્ય બે આરોપીને શૈલેષ નાયક, સંજય પાટણવડીયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા..આરોપીઓએ શહેરના તરસાલી થી જાબુવા બ્રિજ તરફ ગેરેજ પાછળ જાડી જાખરામાં ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંગ્રહ કર્યો હતો...
વડોદરા શહેર એલસીબી 3એ ચોક્કસ બાતમીના આધારે રેડ કરી આરોપીને ઝડપી પાડ્યો..વડોદરા શહેર એલસીબી 3એ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સહિત ₹3,87,912 નો મુદ્દામાલ કબજે કર્યો. વડોદરા શહેર એલસીબી 3એ એક આરોપીને પકડીને પ્રો.એક્ટ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી...
Reporter: admin







