News Portal...

Breaking News :

મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા, એક દિવસ એક કલાક, એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાનનું આયોજન

2025-09-25 12:51:23
મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા, એક દિવસ એક કલાક, એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાનનું આયોજન


વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ, પદઅધિકારીઓ આ સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાયા.


વડોદરા મહાનગરપાલિકાના તમામ ૧૯ વોર્ડમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વડોદરાના મધ્યમાં આવેલા સુરસાગર ખાતે પાલિકા દ્વારા સેવા પખવાડિયાના ભાગરૂપે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી. રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ પણ કાર્યક્રમમાં જોડાયા..વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા અન્ય પદ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા..


ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ પણ સ્વચ્છતા સફાઈ ઝુંબેશમાં જોડાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસ તેમજ આજે પંડિત દિનદયાલજીના જન્મદિવસ ઉપલક્ષમાં આઅ કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમના માધ્યમથી વડોદરાના પ્રજાજનોને પણ સ્વચ્છતા જાળવવાની અપીલ કરવામાં આવી.ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સ્વચ્છતા માટે શપથ લેવામાં આવી.મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના સાધનો સાથે સજ્જ થઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આવનારા દિવસોમાં સ્વચ્છતાની હરીફાઈનું પણ કરવામાં આયોજન કરવામાં આવશે..

Reporter: admin

Related Post