વડોદરા : ગોધરા શહેરમાં એક અનોખી ઘટના સામે આવી છે. દાહોદ રોડ પર આવેલી ગોધરા પાર્ક સોસાયટીમાં એક મકાનને જેક દ્વારા ઊંચું કરવામાં આવ્યું છે. ચોમાસામાં પાણી ભરાવાના કારણે મકાન બેસી જતું હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે.

પાટણની ગુરુદેવ કન્સ્ટ્રકશન કંપનીના મુકેશભાઈ નાયી અને તેમની ટીમે આ અભૂતપૂર્વ કામગીરી હાથ ધરી છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં આ પ્રકારની પહેલી ઘટના છે. 320 શક્તિશાળી જેકની મદદથી 1400 ટનના બે માળના મકાનને ઊંચું કરવામાં આવ્યું છે. આ કામગીરી એક મહિના સુધી ચાલશે.અત્યારસુધીમાં 6000થી વધુ મકાનને જેકથી ઊંચા કર્યા મુકેશભાઈ નાયીના જણાવ્યા મુજબ, તેમની ટીમ છેલ્લા 34 વર્ષથી આવી કામગીરી કરી રહ્યા છે. તેમણે અત્યાર સુધીમાં ભારત અને ગુજરાતમાં 6000થી વધુ મકાનને જેકથી ઊંચા કર્યા છે. એટલું જ નહિ, 100થી વધુ મકાન, બિલ્ડિંગ અને મંદિરોને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડ્યા છે.ટેકનિક જૂના મકાનોને તોડ્યા વગર નવેસરથી ઊભા કરાશે કંપની નમી ગયેલા મકાનોને સીધા કરવાનું અને રોડથી 20-25 ફૂટ અંદર ખસેડવાનું કામ પણ કરે છે.
આ ટેકનિક જૂના મકાનોને તોડ્યા વગર નવેસરથી ઊભા કરવામાં મદદરૂપ થાય છે, જે ખાસ કરીને એવા લોકો માટે આશીર્વાદરૂપ છે જેમના માટે નવું મકાન બનાવવું શક્ય નથી.જિલ્લામાં સૌપ્રથમવાર મકાન ઊંચું કરાવવાની કામગીરી મળતી માહિતી મુજબ, ગોધરા શહેરમાં દાહોદ રોડ ઉપર ગોધરા પાર્ક સોસાયટીમાં રહેતા એક રહીશનું મકાન ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે બેસી ગયું હતું. જેથી મકાનને તોડ્યા વગર જેકથી ઊંચું કરાવી તેનું રી કન્સ્ટ્રકશન કરાવવાની ફરજ પડી હતી. ત્યારે પાટણની ગુરુદેવ કન્સ્ટ્રકશન કંપનીના મુકેશભાઈ નાયી તેમજ તેઓની ટીમ દ્વારા ગોધરા શહેરમાં અને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ સૌપ્રથમવાર મકાન ઊંચું કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.એક મહિના સુધી કામગીરી ચાલશે એક મહિનાના સમયગાળા દરમિયાન ઊંચું કરી મકાનને જરૂરિયાત મુજબની કામગીરી કરી પુનઃ સ્થાપિત કરાશે. ત્યારે હાલના સમયમાં જે મકાન છે તેને તોડી નવું મકાન બનાવવું બધા માટે શક્ય નથી. ત્યારે પાટણની ગુરુદેવ કન્સ્ટ્રકશન કંપનીના મુકેશભાઈ નાયી દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે.
Reporter: admin