News Portal...

Breaking News :

મંદસૌરમાં મૃતક લલિતાબાઈ નામની મહિલા જીવતી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ

2025-03-23 09:16:53
મંદસૌરમાં મૃતક લલિતાબાઈ નામની મહિલા જીવતી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ



મંદસૌર :મધ્યપ્રદેશના મંદસૌરમાં મૃતક લલિતાબાઈ નામની મહિલા જ્યારે જીવતી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ત્યારે પોલીસ ચોંકી ઉઠી હતી, કારણ કે આ જ મહિલાની હત્યાના આરોપમાં ચાર જણા જેલમાં સજા કાપતા હતા. 

પોલીસ માટે સવાલ એ હતો કે મહિલા જીવતી આવે તો મર્ડર કોનું થયું. લલિતાના પિતા રમેશ નાનુરામ બાંછડાનાના જણાવ્યા મુજબ તેમના કુટુંબેે ક્ષતવિક્ષત થયેલો મૃતદેહ ને વિવિધ ચિન્હો પરથી તેમની પુત્રીના મૃતદેહ તરીકે ઓળખ્યો હતો. તેના હાથ પરના ટેટુ અને પગ પર બાંધેલા કાળા દોરા પરથી તેના મૃતદેહની ઓળખ કરી હતી. તે મૃતદેહને કુટુંબે લલિતાનો મૃતદેહ માનીને તેના અગ્નિ સંસ્કાર પણ કરી દીધા હતા. પોલીસે પણ લલિતાના મર્ડરનો કેસ નોંધ્યો હતો અને તેના મર્ડરના આરોપમાં ઇમરાન, શાહરૂખ, સોનુ અને એજાઝની ધરપકડ કરી હતી, તેમને જેલ મોકલી દેવાયા હતા. પણ 18 મહિના પછી લલિતા જીવિત પરત ફરી હતી. તેના પિતા તેને જીવતી જોઈ આંચકો પામ્યા હતા. તેને તરત જ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને સત્તાવાળાઓને તેની જાણકારી આપી હતી. 

લલિતાએ તેના ગુમ થવા અંગે જણાવ્યું હતું કે તે શાહરુખ સાથે ભાનુપરા વિસ્તારમાં ગઈ હતી. બે દિવસ રોકાયા પછી તેને શાહરુખ નામની બીજી વ્યક્તિને પાંચ લાખ રૂપિયામાં વેચી દેવાઈ હતી. તેનો દાવો હતો કે તે દોઢ વર્ષથી રહેતી કોટા હતી. તેના પછી તેને ભાગવાની તક મળતા તે તેના ગામ ભાગી આવી. તેણે તેની ઓળખ માટે તેનું વોટર આઇડી અને આધાર કાર્ડ પણ આપ્યું. લલિતાના બે બાળકો પણ છે અને તે માને જીવિત જોઈને ખુશ થઈ ગયા હતા. પોલીસે પછી તેની બધી રીતે ચકાસણી કરીને સુનિશ્ચિત કર્યુ કે આ ખરેખર લલિતા જ છે. મહિલાને મૃત્યુ પામેલી માની લેવાઈ હોય અને કુટુંબે તેના અગ્નિ સંસ્કાર પણ કરી નાખ્યા હોય, તેની હત્યાના આરોપમાં ચાર જણા જેલની સજા કાપતા હોય અને તે મહિલા 18 મહિના પછી જીવતી આવે તેના કુટુંબને કેવો આંચકો લાગે. મધ્યપ્રદેશના મંદસૌરમાં આવી જ ઘટના બની છે. તેના લીધે ફક્ત તેના કુટુંબ જ નહીં આખા ગામને આંચકો લાગ્યો છે.

Reporter: admin

Related Post