વડોદરામાં બિસ્માર રોડને લઈ તાંદલજાના યુવાનોનો અનોખો વિરોધ જોવા મળ્યો. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં ઓક્સિજનના બોટલ મૂકી કર્યો વિરોધ.

યુવાનોએ ઓક્સિજન માસ્ક રોડને અને પોતે પહેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રોડ હાલમાં ઓક્સિજન પર હોવાની વ્યથા દર્શાવી ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત વ્યક્ત કરી હતી. વરસાદી ગટર નાખવા રોડના કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર મોટા ખાડા ખોદી દીધા ખાડા ફરતે સેફ્ટી બેરીકેટીંગ, સાઈન બોર્ડ ન મૂકતા નાગરિકોનો થઈ શકે છે અકસ્માત તાંદલજાના યુવાન વસીમ શેખે કહ્યું, રોડની હાલત ખરાબ છે, કોન્ટ્રાક્ટર ખૂબ ધીમી કામગીરી કરે છે.રોડની હાલત ખરાબ છે તેવી અધિકારીઓની હાલત ખરાબ કરીશું ની ચીમકી પણ ઉચ્ચારી





Reporter:







