News Portal...

Breaking News :

વડોદરા એમ.એસ. યુનિવર્સિટી ફેશન ડિઝાઇન વિદ્યાર્થીઓની અનોખી શોધ

2025-08-22 16:00:01
વડોદરા એમ.એસ. યુનિવર્સિટી ફેશન ડિઝાઇન વિદ્યાર્થીઓની અનોખી શોધ


આર્મી જવાનો માટે સોલાર પાવરથી ચાલતા ડ્રેસની તૈયારીઓ
વડોદરા: શહેર ની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેશન ડિઝાઇન વિભાગના વિદ્યાર્થીઓએ એક અનોખી શોધ કરી છે, જે દેશની સેના માટે ઉપયોગી સાબિત થશે. 


વિદ્યાર્થીઓએ આર્મી જવાનો માટે એવો ખાસ ડ્રેસ તૈયાર કર્યો છે, જેમાં સોલાર પાવર સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. આ પહેરવેશમાં લગાવેલા પેનલ વીજળી ઉત્પન્ન કરે છે, જેના દ્વારા જવાનો મેદાનમાં હોવા છતાં પોતાના ઇલેક્ટ્રોનિક ઉપકરણોને આસાનીથી ચાર્જ કરી શકે છે.વિદ્યાર્થીઓએ ફેશન ડિઝાઇનના અભ્યાસક્રમ હેઠળ ત્રણ અલગ પ્રકારના કોસ્ચ્યુમ તૈયાર કર્યા છે. ખાસ વાત એ છે કે પહેલીવાર સોલાર પેનલને સીધા જ ડ્રેસની અંદર એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે તેનું વજન ખૂબ ઓછું રહે. એક ડ્રેસમાં કુલ 26 જેટલા સોલાર પેનલના પોઇન્ટ મૂકવામાં આવ્યા છે, જેના દ્વારા લગભગ 80 વોલ્ટ જેટલો કરંટ ઉત્પન્ન થઈ શકે છે


આ નવીનતમ પહેરવેશનો હેતુ એ છે કે મેદાનમાં ફરજ બજાવતા આર્મી જવાનોને મોબાઇલ, રેડિયો, ટોર્ચ કે અન્ય ગેજેટ ચાર્જ કરવા માટે અલગ સાધનો પર નિર્ભર રહેવું ન પડે. આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની આ અનોખી પહેલ દેશની રક્ષા દળ માટે ટેકનોલોજી અને ફેશનનો સરસ સમન્વય રજૂ કરે છે.આ પ્રકારનો પ્રોજેક્ટ ભવિષ્યમાં ન માત્ર આર્મી જવાનો માટે, પરંતુ એડવેન્ચર, રિસર્ચ અથવા અન્ય ક્ષેત્રોમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Reporter: admin

Related Post