- 2047 માં ભારતનું અર્થતંત્ર ક્યાં હશે તે વિષય ઉપર ઉદ્યોગ અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ કરાયા
- શહેરના ભાષાભાષી સેલના આગેવાનો સાથે સંવાદ યોજાયો
નિર્મલા સિતારામણ સાથે શહેરના ભાષાભાષી સેલાન આગેવાનો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતને કર્મભૂમિ બનાવનાર અન્ય રાજ્યના લોકોનું પણ મહત્વનું યોગદાન રહેલું છે. તેઓએ અહીં આવી ગુજરાતની સંસ્કૃતિને અપનાવવાની સાથે સાથે પોતાની સંસ્કૃતિ પણ જાળવી રાખી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લોકોએ અહીં આવીને બને સંસ્કૃતિને જીવંત રાખી છે.
કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામણ વડોદરાના મહેમાન બન્યા હતા તેઓ દ્વારા વડોદરાના ઉદ્યોગ અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા. ફોરકાસ્ટ ઓફ ઇન્ડિયન ઈકોનોમી 2047 વિષય ઉપર યોજાયેલા ઇન્ટરેક્ટિવ સેશનમાં ઉદ્યોગ અગ્રણીઓએ વ્યવસાયને કનડતાં પ્રશ્નો અંગે રજૂઆત પણ કરી હતી.
ભારતની ઈકોનોમી 2047 માં ક્યાં હશે તે અંગે ચર્ચા વિચારણા અંગે વડોદરા ખાતે ફોર્મ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ એસોસિયેશન ઓફ વડોદરાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાણામંત્રીએ ભારતની ઈકોનોમી હાલમાં કેવો ગ્રોથ કરી રહી છે તે અંગે જાણવા બાદ આગામી વર્ષોમાં ભારત ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનવા તરફ પ્રયાણ કરી રહી છે તેમ જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતના ઉદ્યોગો એ ભારતની ઇકોનોમીમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. ઉપરાંત એમએસએમઈનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. ઉદ્યોગ અગ્રણીઓએ જીએસટી તેમજ ટેક્ષને લાગે રજૂઆતો કરી હતી. અને ઉદ્યોગોને ક્યાં પ્રશ્નોનો સામનો અંગેની રજૂઆત કરી હતી.
...
Reporter: News Plus