કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું બુધવારે દિલ્હી AIIMSમાં નિધન થયું હતું. સવારે 9.28 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સિંધિયા પરિવારના રાજ માતા છેલ્લા કેટલાક દિવસોથી એઈમ્સમાં વેન્ટિલેટર પર હતા.
માધવી રાજે છેલ્લા ત્રણ મહિનાથી દિલ્હીની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ન્યુમોનિયા તેમજ સેપ્સિસથી પીડિત હતા.
Reporter: News Plus