News Portal...

Breaking News :

સ્માર્ટ મીટર સામે ઉહાપોહ.સ્માર્ટ મીટર લગાડ્યા બાદ ગ્રાહકોને માથે બેઠી, ગુજરાતના ભરના વિવિધ ગ્રાહકોમાં

2024-05-15 13:20:11
સ્માર્ટ મીટર સામે ઉહાપોહ.સ્માર્ટ મીટર લગાડ્યા બાદ ગ્રાહકોને માથે બેઠી, ગુજરાતના ભરના વિવિધ ગ્રાહકોમાં



વીજ કંપની દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી છે.15 હજારથી વધુ ઘરોમાં સ્માર્ટ મીટર થી હવે વીજ પુરવઠો મપાય અને અપાય છે.સ્માર્ટ મીટર પ્રિપેઇડ મોબાઈલ જેવા છે.એની એપ દ્વારા વીજ બિલની રકમ આગોતરી જમા કરાવવી પડે છે. એ રકમ જેટલું વીજ બિલ થઈ જાય તો રિચાર્જ કરાવવું પડે અને ન કરાવો તો વીજ પુરવઠો  અટકી જાય.પહેલા વીજળી વાપરો અને બે મહિને બિલ આવે એટલે ભરો એવી સુવિધા હતી.હવે આગોતરી રકમ ભરીને વીજળી વાપરવાની છે. એ રકમ પૂરી થઈ જાય એટલે નવેસરથી રકમ ભરીને  વીજ વપરાશ કરવો પડે.છેલ્લા બે દિવસથી શહેરના વિવિધ વિસ્તારો જ્યાં આ વીજ મીટર લગાવવા માં આવ્યા છે ત્યાં લોકોના મોરચા mgvcl ની કચેરી એ આવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ પદ્ધતિ હેઠળ અગાઉની સરખામણીમાં સરખા વાપરશે 3 થી 4 ગણું વધુ વીજ બિલ આવી રહ્યું છે. Mgvcl ની કચેરી એ કોઈ એમની ફરિયાદ સાંભળતું નથી.વીજ કંપની કહે છે આ કોન્ટ્રાકટર નો મામલો છે.અમે ચિત્રમાં આવતા નથી. સ્માર્ટ મીટરનો વિરોધ કરનારા લોકોને કોન્ટ્રાકટર એજન્સી રૂ.10 હજારનો દંડ ફટકારવાની ધમકી આપે છે.mgvcl ની કચેરીના દરવાજા લોકો માટે બંધ કરી દેવામાં આવે છે,પોલીસ બોલાવવામાં આવે છે.વીજ ગ્રાહકો હેરાન પરેશાન છે.કોઈ એમનું સાંભળતું નથી. અહીં સવાલ એ ઊભો થાય છે કે જો આ સ્થિતિ,આ હોબાળો લોકસભા ચુંટણીનું મતદાન થયું તે પહેલાં થયો હોત તો?



 તો તો લોકોના ભાગ્ય ખુલી ગયા હોત.સત્તા પક્ષ કે વિપક્ષ,તમામ આગેવાનો mgvcl ની કચેરી એ દોડી જઈને લોકોનું ઉપરાણું લઈ રહ્યા હોત. લોકોએ વીજ કંપનીના અધિકારીઓ સામે આજીજી કરવી જ ના પડી હોત.સાંસદ/ ધારાસભ્યો અને હોદ્દેદારો બધાએ ગ્રાહકો વતી વીજ કંપનીઓ ના અધિકારીઓ ની ધૂળ કાઢી નાંખી હોત.

 

 

પણ અબ પસ્તાયે હોય કયા જબ ચિડિયા ચુગ ગઈ ખેત? મતદાન થઈ ગયું છે.જેમને સ્માર્ટ મીટરથી મુશ્કેલી પડી રહી છે એ વીજ ગ્રાહકો મતદારો જ છે.પણ રાજકીય પક્ષોને એમની હાલમાં ગરજ નથી. એટલે કોઈને એમની મદદે આવવાની ફુરસદ નથી.તમારી લડાઇ છે તમે લડો..અમારે શું એવી હાલત વીજ ગ્રાહકોની હમણાં તો થઈ છે...

Reporter: News Plus

Related Post