News Portal...

Breaking News :

ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલના રાજમાં ફાયર બ્રિગેડની ઘોર ખોદાઇ, 40 વાહનોનાં વીમા જ ભરાયા નથી. ડેપ્યુટી કમિશનર અને કમિશનરે પણ કોઈ સુપરવિઝન કર્યું નહીં

2025-07-18 10:07:01
ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલના રાજમાં ફાયર બ્રિગેડની ઘોર ખોદાઇ, 40 વાહનોનાં વીમા જ ભરાયા નથી. ડેપ્યુટી કમિશનર અને કમિશનરે પણ કોઈ સુપરવિઝન કર્યું નહીં



વીમો જ રિન્યુ કરાયો નથી તો કોઇ દૂર્ઘટના થશે તો તેના માટે જવાબદાર કોણ ?.
જનહિતમાં જાહેર ચેતવણી-વડોદરા ફાયર બ્રિગેડનાં કેટલાક વાહનો ઇન્સ્યોરન્સ વગર શહેરમાં ફરી રહ્યા છે, જેથી આવા વાહનોથી પોતાની જાતને અને પોતાના પરિવારજનો- વાહનોને સાચવવા.તકલીફ બદલ માફ કરશો.



વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ડિપાર્ટમેન્ટમાં આશરે 40 કરતા વધારે વાહનોમાં ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયેલ છે. જે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. જેની અંદર નજીકના ભૂતકાળમાં આશરે 45 લાખ જેટલો ખર્ચો કરીને જે 44 મીટર ની હાઇડ્રોલિક પ્લેટફોર્મ રીપેર કરાવેલી છે, તેનો પણ સમાવેશ થઈ રહ્યો છે. વીમો જ રિન્યુ કરાયો નથી તો કોઇ દૂર્ઘટના થશે તો તેના માટે જવાબદાર કોણ ? તે સવાલ પુછાઇ રહ્યો છે. વડોદરા ફાયર બ્રિગેડના બિનઅનુભવી ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલને એટલી ખબર પડતી નથી કે ફાયર બ્રિગેડના વાહનોનો વીમો કેટલો અગત્યનો છે. મોટી દુર્ઘટનામાં કોઈ મોટા ક્લેઈમ આવે તો પાલિકાએ કરોડોની રકમ ચૂકવવી પડે. રાણાજીના પ્રતાપે ખુરશી તો મળી ગઇ છે પણ અનુભવ ના હોવાથી મનોજ પાટીલને ફાયર બ્રિગેડનો વહિવટ કેવી રીતે ચલાવવો તેની ગતાગમ પડતી નથી. નકલી ફાયર એનઓસી બે વખત પકડાઇ હોવા છતાં આ સીએફઓ એવા છે કે જેમણે આ મામલાને ગંભીરતાથી લીધો જ નથી કે આ કેટલી ગંભીર બાબત છે અને હવે ફાયર બ્રિગેડના સાધનોનો વીમો પુરો થઇ ચુક્યો છે છતાં સીએફઓ પાટીલ વીમો ચુકવી શક્યા નથી. ફાયર બ્રિગેડના વાહનો ઇમરજન્સીમાં વપરાય છે અને જો તે ફુલ સ્પીડે જતા હોય તો ત્યારે કોઇ અકસ્માત થશે ત્યારે વીમો જ નહી હોય તો તે માટે જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન છે અને જવાબ પણ એ છે કે તે માટે જવાબદાર માત્રને માત્ર મનોજ પાટીલ જ હશે. મનોજ પાટીલ ફાયર બ્રિગેડમાં ગંભીરતાથી વહિવટ જ કરતા નથી. ફાયર બ્રિગેડ લોકોની સુરક્ષા અને જાનમાલના રક્ષણ સાથે સીધી રીતે જોડાયેલ છે છતાં તેના વહિવટમાં મનોજ પાટીલ કાચા પડે છે તેવું ભુતકાળમાં સતત પુરવાર થયું છે અને હવે ફાયરના વાહનોનો વીમો પુરો થઇ ગયો હોવા છતાં રિન્યુ કરાવવામાં તેમની બેદરકારીએ ફરી પુરવાર કર્યું છે. હવે કોર્પોરેશનના ડીવાયએમસી અને મ્યુનિ.કમિશનરે વિચારવું પડશે કે વડોદરા ફાયર બ્રિગેડ કેવા લોકોના હાથમાં જતું રહ્યું છે. માત્ર બોલબચ્ચન કરવાથી વડોદરાના લોકોની સુરક્ષા નહી થાય પણ તેના માટે ફિલ્ડમાં જઇને તથા વહિવટી કામો ગંભીરતાથી કરવા જોઇએ. 

ક્યા વાહનોનો વીમો પુરો થયો?
બિનઅનુભવી અને અણઆવડત ધરાવતા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલના રાજમાં 4 જુને અનેક વાહનોનો વીમો પુરો થઇ ગયો છે અને 4 જુન વીમાની રકમની રીન્યુ ડેટ હતી. દોઢ મહિનો વીતી ગયો હોવા છતાં મનોજ પાટીલને એવુ ના સુઝ્યું કે વાહનોનો વીમો રીન્યુ કરાવવો પડશે. આ વાહનોમાં વોટર ટેન્કરો, ફાયર એન્જિન, જીપ, ઇમરજન્સી વાન, મોટી શબવાહીની, એમ્બ્યુલન્સો, ડેડ બોડી વાન, ટાટા 407, વધુ 3 એમ્બ્યુલન્સ, ઇમરજન્સી રેસ્કયુવાન ,  ફોમ ટેન્ડરો, પંપ મશીન, સ્કોર્પીયોનો સમાવેશ થાય છે. આ તમામ વાહનો ઇમરજન્સી માટે જ વપરાય છે અને જ્યારે કોઇ દુર્ઘટના સર્જાશે ત્યારે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલને જવાબ આપવો અઘરો પડી જશે. તેમને કોઇ અંદાજ જ નથી કે તેમણે કેટલી મોટી ભુલ કરી છે. 




RTO/ટ્રાફીક પોલીસ મનોજ પાટીલને દંડ ફટકારશે ખરી ?
સામાન્ય રીતે વાહન ચાલકો પોતાની ગાડીનો વીમો દંડથી બચવા નહીં પરંતુ પોતાની અને અન્યની સલામતી માટે સમયસર ભરતા હોય છે. ત્યારે સરકારી વાહનનો વીમો પુરો થઇ ગયો હોય, તેવા કિસ્સામાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ આવા વાહનો સામે દંડની કાર્યવાહી કરશે ખરી ? તેવો સવાલ શહેરીજનોને થઇ રહ્યો છે. કોઇ સામાન્ય વ્યક્તિ જો પકડાય તો ટ્રાફિક પોલીસ દંડ ફટકારે છે તો હવે સીએફઓ મનોજ પાટીલને પણ ટ્રાફિક પોલીસે દંડ કરવો જોઇએ કે તેમણે વાહનોનો વીમો કેમ રિન્યુ કરાવ્યો નથી. 

44 મીટર સ્નોર કેલનો વીમો પણ રિન્યુ કરાયો નથી
શહેરીજનોને ખબર જ છે કે રોડોના ખર્ચે વડોદરા ફાયર બ્રિગેડે વસાવેલા વાહનો પૈકીના કેટલાક વાહનો વારંવાર ટેકનિકલ ખામીના કારણે રીપેરીંગમાં મોકલવામાં આવે છે. જ્યાં ગેરેજમાં આ વાહનો પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવે છે. તેવામાં વડોદરા ફાયર બ્રિગેડે વસાવેલા 44 મીટરના હાઇડ્રોલીક પ્લેટફોર્મ (સ્નોરકેલ) ના રીપેરીંગ પાછળ ટુંક સમય પહેલા જ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.  આ વાહનની જાળવણીની જવાબદાર વડોદરા ફાયર બ્રિગેડના મિકેનિકલ વિભાગના સીરે છે. ત્યારે 44 મીટર હાઇડ્રોલીક પ્લેટફોર્મનો વીમો 4 જુન 2025ના રોજ પુરો થઇ ગયો છે.ગાડીની ફીટનેસ વેલિડિટી ગત તા. 8 ઓક્ટોબર 2024ના પુરી થઇ છે, ગાડીનો ટેક્સ પણ 31 માર્ચ 2016 બાદ ભરાયો નથી, આ ઉપરાંત ગાડીનું પીયુસીની વેલિડીટી પણ ગત તા. 15 જુલાઇ 2025એ પૂર્ણ થઇ ગઇ છે. ફાયર બ્રિગેડનો મિકેનિલ વિભાગ આખરે કરે છે શું તે પણ સવાલ છે. મનોજ પાટીલે તેમના મળતીયા કૌશલ શાહને ત્યાં ગોઠવીને વહિવટ કરી લીધો છે પણ બંને બિનઅનુભવી અને અણઆવડત વાળા છે. જેથી બંનેએ સાથે રહીને ફાયર બ્રિગેડની ઘોર ખોદી નાખી છે. કમિશનરે આ બંને કર્મચારીને હટાવવા જરુરી છે. ફાયર બ્રિગેડના મિકેનિકલ વિભાગે ફાયરના તમામ વાહનોની જાળવણી સાથે તેમા કોઇ પણ પ્રકારની ખામી હોય તો તેને રીપેરીંગ કરાવવાની તેમજ વાહનોના વીમા અને પીયુસી જેવી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. ત્યારે આ વિભાગ દ્વારા ગંભીર બેદરાકરી દાખવવામાં આવતી હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે.

પોતાની જિમ્મેદારી ઉપર ગાડી બહાર લઇ જવી, સીએફઓ
ફાયર અધિકારીએ સીએફઓ ને ગાડીના ઇન્સ્યોરન્સ  નથી તો ઇમરજન્સીમાં ગાડી બહાર કાઢવાની કે નહિ તો મનોજ પાટિલે કીધું કે તમારી જીમ્મેદારીએ  ગાડી બહાર લઇ જવાની. બોલો આ છે આપણા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ જેમનાં માથે વડોદરાની 25 લાખની જનતાની સુરક્ષા અને સલામતી છે.

Reporter: admin

Related Post