News Portal...

Breaking News :

ચોમાસાની આડમાં કરોડો રુપિયાના કામો આપી દઇને કોન્ટ્રાક્ટરોને ઘી કેળાં કરાવવાનો કારસો રચાયો

2025-06-19 10:03:53
ચોમાસાની આડમાં કરોડો રુપિયાના કામો આપી દઇને કોન્ટ્રાક્ટરોને ઘી કેળાં કરાવવાનો કારસો રચાયો


લૂંટ સકે તો લૂંટ...
પાલિકાની તિજોરી ખાલી કરવામાં પડ્યા પ્રમુખ અને ચેરમેન 



કાલે શુક્રવારે યોજાનારી કોર્પોરેશનની સ્થાયી સમિતીની બેઠકમાં 21 દરખાસ્તો રજૂ કરાઇ છે. માનીતા કોન્ટ્રાક્ટરોને કરોડોના કામો આપવાની દરખાસ્ત કરાઇ છે. વિવાદીત કોન્ટ્રાક્ટરોને પણ કામ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. શહેર પ્રમુખ આંખ આડા કાન કરી રહ્યા છે અને સ્થાયી ચેરમેન આડેધડ 'વહીવટ' કરી રહ્યા છે. શહેર પ્રમુખ છુટ આપે છે અને ચેરમેન પાલિકાની તિજોરી ખાલી કરાવીને કોન્ટ્રાક્ટરોને યેનકેન લાભ આપી રહ્યા છે. આ ચેરમેન અને પ્રમુખ છે ત્યાં સુધી કોન્ટ્રાક્ટરોને ઘી કેળાં છે. જેટલું કમાઇ લેવું હોય તેટલું કમાઇ લેવામાં પડ્યા છે. કામની હલકી ગુણવત્તા કરીને ભ્રષ્ટાચાર આચરી રહેલા કોન્ટ્રાક્ટરો બેફામ બની રહ્યા છે. શહેર પ્રમુખ તો ધુતરાષ્ટ્ર બનીને પ્રજાના પરસેવાના પૈસાની બેફામપણે થઇ રહેલી લૂંટ જોઇ રહ્યા છે. અગાઉના પ્રમુખ સમજી વિચારીને કામ અપાવતા અને નેગોશિએટ પણ કરતા હતા, પણ હવે એવું કંઇ રહ્યું નથી. કોર્પોરેશનના મોટાભાગના કોન્ટ્રાક્ટરો ભાજપ સાથે સીધા સંકળાયેલા છે તો કેટલાક નિવૃત અધિકારીઓનું પણ કોન્ટ્રાક્ટરો પાસે ફંડ છે. સ્થાયીમાં જે દરખાસ્તો કરાઇ છે તેમાં લહેરીપુરા ગેટથી કાલપુરા સેન્ટ્રલ સ્ટોરવાળા રસ્તે થઇ છત્રપતિ શિવાજી અતિતિગૃહ સુધી ડ્રેનેજ લાઇન નાખવા માટે ક્રિટા એન્જિનીયરીંગ પ્રા લી.ના  11,54,65,083 રુપિયાનું ભાવપત્ર મંજૂર કરવાની દરખાસ્ત કરાઇ છે તો પૂર્વ ઝોનમાં નવી ડ્રેનેજ લાઇન નાખવા માટે મારુતી એન્ટરપ્રાઇઝને મંજૂર થયેલા 5 કરોડમાં 2 કરોડનો વધારો કરવાની દરખાસ્ત કરાઇ છે તો પશ્ચિમ ઝોનમાં વરસાદી ગટરના સમારકામમાં વિરલ ટ્રેડર્સને 75 લાખના મંજૂર થયેલા ઇજારામાં 50 લાખનો વધારો કરવાની પણ દરખાસ્ત તો ઉત્તર ઝોનમાં પણ ગટર લાઇ સમારકામમાં 90 લાખમાં જયસ્વાલ ડેવલપર્સના ભાવપત્રને મંજુર કરવાન દરખાસ્ત કરાઇ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં 2 મેના રોજ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સુરક્ષા અને સલામતીના કારણો સર સ્ટેજ અને તેની આસપાસના ભાગમાં તુરત ફાર કોટીંગ કરાવવાની છે જેથી એક્યુમેન સેફ્ટી કન્સલ્ટન્ટને 1,47,500 રુપિયા ચુકવવાની દરખાસ્ત કરાઇ છે તો પાયર બ્રિગેડમાં 3 માસ માટે તરવૈયાની ભરતી કરવા 95,58,800નો ખર્ચ કરવા 1811 લાખ પેટે પાડવાની પણ ભલામણ કરાઇ છે. આ સાથે કપુરાઇ સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા મેઇન પપીંગ સ્ટેશનના ત્રમ વર્ષ માટેના ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે વિવાદાસ્પદ રાજકમલ બિલ્ડર્સ ને અમદાવાદને 3,02,14,440 રુપિયાના 9.50 ટકા વધુના ભાવપત્રને મંજુર કરવા તથા જીએસટીનું અલગથી ચુકવણું અને વધઘટનું ચુકવણું કરવાની પણ દરખાસ્ત કરાઇ છે. તો પશ્ચિમ ઝોન વિસ્તારમાં ડીપ રીચાર્જ બાય રેઇન વોટરની કામગિરીમાં એચ.પી.ગોપાણીના 4.41 ટકા વધુ મુજબના 10,44,10,000 પ્રત્યેઝ ખોનના 25 કરોડ માં 2.50 કરોડનો વધારો કરવાની પણ દરખાસ્ત કરાઇ છે. આ જ રીતે ઉત્તર ઝોનમાં પણ એચ.પી ગોપાણીને જ કોન્ટ્રાક્ટ આપીને નાણાકીય મર્યાદામાં 1.30 કરોડનો વધારો કરવાની દરખાસ્ત કરાઈ છે તો છાણી તળાવથી ન્યાયા થઇ કેનાલ સુધીના 24 મીટરના રસ્તે કાચો કાંસ પાકો કરવા કમલા ઇલેકટચ્રીકલ્સ એન્ડ એન્જિનીયરીંગના  16,98,54,370 રુપિયાના ભાવપત્રને મંજુર કરવાની દરખાસ્ત કરાઇ છે. ઉપરાંત રોડ પ્રોજેક્ટ શાખા માટે પૂર્વ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 6 કરોડની મર્યાદામાં પેવર બ્લોકથી પેવીંગ કરી ફૂટપાથ કરવા માટે અગ્રવાલ કન્સ્ટ્રક્શનનું ટેન્ડર મંજુર કરવા તથા દક્ષિણ ઝોનમાં 5 કરોડની મર્યાદામાં વાર્ષિક ઇજારાથી આરસીસી રોડ બનાવવા શકુ કન્સ્ટ્રક્શનના વાર્ષિક ઇજારાની મર્યાદામાં 7 કરોડનો વધારો કરવાની દરખાસ્ત પણ કરાઇ છે.



શાસકોની મથરાવટી મેલી...
અગાઉ સ્થાયી સમિતીમાં જે દરખાસ્તો મોકલાતી હતી તેનો એજન્ડા સોમવારે આવતો હતો. જેથી શુક્રવારે તેના પર નિર્ણય લઇ શકાય પણ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને ફાયદો થાય અને  વધુ ચર્ચા ના કરી શકે તે માટે પછી મંગળવારે સ્થાયીનો એજન્ડા મોકલાઇ રહ્યો હતો. પણ મેલી દાનત વાળા શાસકો હવે મંગળવારને બદલે બુધવારે સ્થાયીનો એજન્ડા મોકલતા થઇ ગયા છે જેથી એજન્ડામાં રહેલી દરખાસ્તોની ચર્ચા ના થઇ શકે અને પોતાને મન ફાવે તે રીતે કોન્ટ્રાક્ટરોને કરોડોના કોન્ટ્રાક્ટ પધરાવી શકાય અને પોતાને પણ બે પૈસાનો ફાયદો થાય. વડોદરાની જનતાને અંધારામાં રાખીને પાલિકાની તિજોરી લૂંટાઇ રહી છે અને બિચારી ભોળી પ્રજા માની રહી છે કે પાલિકા શહેરનો વિકાસ કરી રહી છે.

Reporter: admin

Related Post