News Portal...

Breaking News :

ચોંમાસુ શરું થયું છતાં કલાભવનના સમરમેળાનો 1 મહિનાનો સમય વધારાયો

2025-06-19 09:58:32
ચોંમાસુ શરું થયું છતાં કલાભવનના સમરમેળાનો 1 મહિનાનો સમય વધારાયો


વડોદરા શહેર ના કલાભવન મેદાને પર સમર મેળા નુ આયોજન કરવામાં આવ્યું છે. જેને એક મહિના ની પરવાનગી આપવામાં આવી હતી. હવે સમર મેળાની 1 માસની મુદત વધારાઇ છે. 


પાછલા એક વર્ષ મા વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ નવા નિયમ મુજબ એક મહિના ની પરવાનગી આપવામાં આવી હતી. આ મેળા નુ સંચાલન કરનાર જયન્દ્રસિંહ બાપુ પોતાને સૌથી ઉપર સમજે છે. તે પોલીસ વિભાગ હોય કે ફાયર વિભાગ દરેક ને પોતાના ખિસ્સા માં રાખે છે. અને આ જયન્દ્રેસિંહ બાપુ એ સમર મેળા ની પરવાનગી કલાભવન મેદાન ખાતે ના મેળા ની પરવાનો એક માસ માટે વધારી લઈ આવ્યો છે. હાલ વડોદરા માં વરસાદ ચાલુ થઈ ગયો છે. આવા સમયે જ્યારે મેદાનમાં પાણી હોવાથી જમીન નરમ પડતી હોય. 



મશીન ના ઓઈલ ધોવાણ થઈ જાય છે તો જો કોઈ રાઈડ મા ખામી સર્જાય તો વડોદરા ફાયર અને રાવપુરા પોલીસ યાંત્રિક વિભાગ આની જવાબદારી લેસે તે મોટો સવાલ છે. આ મેળા મા જે મસ મોટો એન્ટ્રી ગેટ ઉભો કરવામાં આવ્યો છે તે ફ્લેક્સ નો બનાવી સ્ટકચર પર ઉભો કરવામાં આવ્યો છે. સાંજ ના સમયે જ્યારે મેળો ચાલતો હોય ત્યારે જો વાવાઝોડું આવે અને મેળા ની મજા માણવા આવેલા લોકો પર પડે તો જવાબદાર કોણ, શુ વરસાદના સમય મા મેળા નો પરવાનગી વધારવી કેટલી યોગ્ય છે તે સવાલનો જવાબ જયેન્દ્રસિંહે આપવો પડશે.  આજે મહારાષ્ટ્ર મા મેળા ની એક રાઈડ મા ખામી સર્જાતા એક બાળક ઈજા ગ્રસ્ત થયુ હતું તે સૂચક છે.

Reporter: admin

Related Post