વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ફાયર વિભાગના વર્ગ ત્રણનાં કર્મચારીને લાલ લાઈટવાળી ગાડી સત્તાનો દુરપયોગ કરનાર ચીફ ફાયર ઓફિસરે ફાળવી હતી

ક્યારેય એવુ બન્યું છે કે કોઇ વર્ગ 3નો કર્મચારી લાલ લાઇટ વાળી ગાડી લઇને ફરે ?
વડોદરા મહાનગરપાલિકાનો વ્હીકલ પુલનો કર્મચારી આસિ.એન્જિનીયર કૌશલ શાહ વડોદરા શહેરમાં જે ગાડી લઇને ફરે છે તે ગાડી પર લાલ લાઇટ લગાવેલી છે. મહાનગરપાલિકાના અન્ય કોઇ ઉચ્ચ અધિકારીઓ પણ પોતાની સરકારી ગાડી પર લાલ લાઇટ લગાવેલી ગાડી લઇને ફરી શકતા નથી પણ કોણ જાણે કેમ પણ કોઇ અધિકારીના છૂપા આશિર્વાદ હોય તેમ આ ભાઇ કૌશલ શાહ પાલિકાની ગાડીમાં લાલ લાઇટ લગાવીને ફરે છે. આ કૌશલ શાહ નામના કર્મચારી મુળ આસિ.ઇજનેર છે અને અગાઉ મિકેનિકલ વિભાગમાં નોકરી કરતા હતા. ત્યારબાદ ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલના આશિર્વાદથી તેમની બદલી ફાયરમાં સ્ટોર મેનેજર તરીકે કરવામાં આવી હતી. તે વખતે પણ વિવાદ ચગ્યો હતો કે ચીફ ફાયર ઓફિસર પાસે આવી કોઇ સત્તા જ નથી કે તે બદલી કરી શકે પણ મનોજ પાટીલે જણાવ્યું હતું કે તેમની પાસે આ બદલી કરવાની સત્તા છે. તેથી જ તેમણે બદલી કરી છે. કૌશલ શાહ લાલ લાઇટ વાળી ગાડી લઇને ફરે છે તે વિશે મનોજ પાટીલે કહ્યું કે ગાડી પર વર્ષોથી આ લાલ લાઇટ લગાવાયેલી છે પણ તે બંધ હાલતમાં છે ! તેમણે સ્વીકાર તો કર્યો હતો કે લાલ લાઇટ લગાવાયેલી છે.
તેમણે આ લાલ લાઇટ હટાવવાની સૂચના આપી હોવાનું તેમણે જણાવ્યું હતું. કૌશલ શાહ પોતે ત્રીજા વર્ગના કર્મચારી છે અને છતાં તેમને આ વિચાર ના આવ્યો કે મારી એવી પોઝિશન નથી કે હું લાલ લાઇટ વાળી ગાડી ફેરવી શકું. છતાં તેઓ બિન્ધાસ્ત લાલ લાઇટવાળી ગાડી લઇને ફરતા હતા. તેમને એમ પણ ના થયું કે મ્યુનિ.કમિશનર કે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ લાલ લાઇટવાળી ગાડી ફેરવતા નથી. તો મારે ના ફેરવવાની હોય. જો બંધ હાલતમાં લાઇટ હતી તો પછી અત્યાર સુધી કૌશલ શાહે આ લાઇટ કેમ ઉતારી નહી તે પણ મોટો સવાલ છે અને તેનો જવાબ એ જ છે કે તેમને પણ લાલ લાઇટવાળી ગાડીમાં ફરીને વટ મારવો હતો.એટલે જ લાઇટ તેમણે હટાવી નહી. હવે ક્યારે તે ગાડી પરથી લાલ લાઇટ હટાવશે તે પ્રશ્ન છે.
મેં લાલ લાઇટ હટાવવા સુચના આપી છે...
તેમની ગાડી પર વર્ષોથી લાલ લાઇટ લગાવાયેલી છે પણ બંધ હાલતમાં છે. મેં હટાવવાની સૂચના આપી છે
મનોજ પાટીલ, ચીફ ફાયર ઓફિસર
Reporter: admin







