સાંજના 6 સુધી મતદાન ચાલશે
અમદાવાદ : ગુજરાતમાં અત્યારે કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. આજે સવારે 7 વાગ્યાથી મતદાન કરવા માટે મતદારોએ લાઈલ લગાવી દીધી છે.

કડી અને વિસાવદર બેઠક પર કુલ 5.50 લાખથી પણ વધારે મતદારો છે. આ બેઠક પર લોકો કોના પર મહેરબાન થયાં છે તે તો પરિણામ આવ્યાં બાદ જાણવા મળશે પરંતુ અત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. દરેક પાર્ટીએ મતદારોને રીઝવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા છેગુજરાતમા આજે 19 જૂને વિસાવદર તેમજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. આજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. વિસાવદરમાં 2.61 લાખ મતદારો 297 મતદાન મથકો પર મતદાન કરશે. જ્યારે કડી બેઠકમાં 2.89 લાખ મતદારો 294 મતદાન મથકો પર પોતાનો મત આપશે.
ગુજરાતમાં આજે મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા અને જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે સવારે 7 કલાકથી મતદાન શરૂ થઈ ગયું છે. જે સંદર્ભે લઈને EVM ફાળવણી, સ્ટાફ ફાળવણી, સુરક્ષા બંદોબસ્તની કામગીરી પૂર્ણ કરાઈ છે. વિસાવદર નગરપાલિકા દ્વારા પ્રથમ 100 મતદાન કરનાર વ્યક્તિઓ છોડ આપવામાં આવશે.કડી વિધાનસભા બેઠકની વાત કરીએ તો MLA કરશન સોલંકીનાં નિધન બાદ બેઠક ખાલી પડી છે. ભાજપ તરફથી રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસે રમેશ ચાવડાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અને આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડા વચ્ચે જંગ ખેલાશે. આ ઉપરાંત અપક્ષ અને શંકરસિંહ વાઘેલાની પાર્ટી પણ જંગમાં ઉતરી છે. જ્યારે વિસાવદરમાં ભાજપ તરફથી કિરીટ પટેલ, કોંગ્રેસ તરફથી નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલીયા વચ્ચે જંગ જમ્યો છે.
Reporter: admin