સુરતઃ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ હંમેશા કોઈકને કોઈક કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. કીર્તિ પટેલ અને વિવાદો જાણો એકબીજાના પર્યાય બની ગયા છે. બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગી અને સોશિયલ મીડિયામાં બદનામ કરવા કાવતરાની તેની સામે ફરિયાદ થઇ હતી.

જૂન 2024માં કીર્તિ પટેલ સહિત 7 લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી. છેલ્લા 10 મહિનાથી નાસતી ફરતી કીર્તિ પટેલને પોલીસે અમદાવાદથી ઝડપી લીધી હતી. કાપોદ્રા પોલીસ દ્વારા કીર્તિ પટેલને સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં કોર્ટ દ્વારા કીર્તિ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો. કીર્તિ પટેલની ફરી એકવાર જેલમાં એન્ટ્રી થઈ હતી.કીર્તિ પટેલ હાલ સુરતમાં વસવાટ કરે છે. તે સોશ્યલ મીડિયામાં ખુબ પોપ્યુલર છે. કીર્તિ પટેલ એક સમયે ફેશન ડીઝાઇનર હતી ત્યારબાદ તેમણે કોમેડી વીડિયો બનાવી અને યૂટ્યુબ અને ટીકટોકમાં ઝંપલાવ્યું હતું. જેમાં તેમને ખાસ્સી એવી લોકપ્રિયતા મળી હતી.
કીર્તિ પટેલ ખૂબ જ ટીકટોકમાં વાયરલ થયા બાદ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુનસર બની ગઈ હતી. શરૂઆતમાં માત્ર કોમેડી વીડિયો બનાવતી કીર્તિ પટેલ હવે વધારે વિવાદોથી ઘેરાયેલી રહે છે.કીર્તિ પટેલ અને ખજૂરભાઈ નામના યુટ્યૂબર્સ વચ્ચે થોડા સમય પહેલા કોઈ મુદ્દાને લઈ માથાકૂટ થઈ હતી. આ પ્રકરણમાં દિનેશ સોલંકીએ પોતાની ચેનલ પર ખજૂરભાઈની ફેવર અને કીર્તિ પટેલના વિરોધમાં આપત્તિજનક વીડિયો અને પોસ્ટ મૂકતો હતો. આ પોસ્ટને લઈ યુટ્યૂબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી ચર્ચામાં આવ્યો હતો. દિનેશ સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ આરોપીઓ તેને એક ગોળના રાબડા પર લઈ ગયા હતા, જ્યાં તેનાં કપડાં ઉતારી નગ્ન કરી, ઊંધો સુવડાવી ઢોરમાર માર્યો હતો.
Reporter: admin