જોધપુર રેલ્વે સ્ટેશનથી ટ્રેન નં.૧૨૪૭૯ સુર્યનગરી એક્સ. ટ્રેનના કોચ નં.બી/૦૨ સીટ નં.૧૧,૧૩,૧૪,૧૬,૩૭,૩૮,૪૦ ઉપર બેસી મુસાફરી કરતા સુરત આવતા હતા અને મુસાફરી દરમ્યાન તેઓ પોત પોતાની સીટ પર જોધપુર રેલ્વે સ્ટેશનથી સુરત રેલ્વે સ્ટેશન વચ્ચે મુસાફરી દરમ્યાન અજાણ્યા ચોર ઇસમોએ કોઇપણ સમયે કોઇ પણ જગ્યાએ ફરી.શ્રીના પત્નીની ટ્રોલીબેગની ચેઇન ખોલી તેમા રહેલ સોનાના તથા હીરા ઝડીત દાગીના ૩૪૦ ગ્રામ કિ.રૂા.૩૫,૦૦,૦૦૦/- ની મત્તાની ચોરી થયેલ જેની જાણ ફરી.શ્રીને ઘરે જઇ પોતાનો સામાન ચેક કરતા ચોરી થયાની જાણ થતા સુરત રેલ્વે પોલીસ સ્ટેશન આવી ફરીયાદ આપેલ.
પોલીસ અધિક્ષક સરોજ કુમારી સાહેબ ૫.રે.વડોદરા નાઓએ ઉક્ત ગુનો ડિટેક્ટ કરી આરોપીઓને શોધી કાઢી તથા મુદ્દામાલ રીકવર કરવા સુચના આપેલ હતીહરીયાણા ખાતે હાંસી-હિસાર-રોહતક-દિલ્હી ખાતે જઇ શકદાર ઇસમના રહેણાંકની ઓળખ કરવા માટે પોલીસ તરીકેની ઓળખ પ્રસ્થાપીત ન થાય તે સારૂ ત્યાના સ્થાનીક પહેરવેશ ધારણ કરેલ અને જયારે ટીમનાં અન્ય માણસોએ અંગત રીતે રેકી કરેલ તે દરમ્યાન જાણવા મળેલ કે આ કામના શકદાર આરોપી પોતના રહેણાંક મકાનો છોડી ગામની બહાર નાશી ગયેલ હોય જે અંગે ખાનગી બાતમીદાર મારફતે બાતમી મળતા એક શકદાર ઇસમ નામે રવિ સ/ઓ રઘુવીર સાંસી, ઉ.વ.૩૭,
રહે.ઇ/૭/૪૩૬, સુલ્તાનપુરી, સી બ્લોક, નોર્થ વેસ્ટ દિલ્હી વાળો ઉપરોક્ત ગુનાના ઓરીઝનલ સોનાના તથા હીરા ઝડીત દાગીનાના મુદ્દામાલ તપાસ અથે કબજે કરી મજકુર આરોપીને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આમ, ટુંકા સમયગાળામાં સોના તથા હીરા ઝડીત દાગીનાની રૂ।.૩૫,૦૦,૦૦૦/- ની મત્તાનો ઓરીજનલ સોના તથા હીરા ઝડીત દાગીના મુદ્દામાલ રીકવર કરી અનડીટેક્ટ ગુનો શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે. અને આજરોજ "તેરા તુજકો અર્પણ" અંતર્ગત ફરીયાદીશ્રી નાઓને ચોરીમાં ગયેલ દાગીના પરત અપાવેલ છે.
Reporter: News Plus