News Portal...

Breaking News :

ફૂલવાડીમા પાણીની લાઇનના સમારકામ વેળા ગેસ લાઇન તૂટતાં પુરવઠો ખોરવાયો

2024-04-28 11:01:23
ફૂલવાડીમા પાણીની લાઇનના સમારકામ વેળા ગેસ લાઇન તૂટતાં પુરવઠો ખોરવાયો

નવાયાર્ડ ફૂલવાડીમાં 200 ઘરોને દોઢ કલાક ગેસ ન મળ્યો
ગેસ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી રિપેરિંગ કરતાં પુરવઠો પૂર્વવત થયો
નવાયાર્ડ ફૂલવાડી વિસ્તારમાં પડેલા પાણીના ભંગાણનું સમારકામ કરવા સવારે જેસીબી મશીનથી ખોદકામ કરાયું હતું. જેમાં 63 એમએમની ગેસની લાઈન લીકેજ થતાં 200 મકાનોમાં દોઢ કલાક સુધી ગેસ પુરવઠો ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં ગેસ વિભાગની ટીમો દોડતી થઈ હતી અને સમારકામ કરી ગેસ પુરવઠો પૂર્વવત કર્યો હતો.
નવાયાર્ડ ફૂલવાડી વિસ્તારમાં 3 દિવસ પૂર્વે પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. ભંગાણમાંથી રોજબરોજ પાણીનો વેડફાટ થતો હોવાની ફરિયાદ પાલિકાને મળતાં શનિવારે સવારે જેસીબી મશીન દ્વારા પાણીની લાઈન નજીક ખોદકામ કરાઈ રહ્યું હતું. તે સમયે ત્યાંથી પસાર થતી ગેસની 63 એમએમની લાઈન તૂટી હતી. ગેસના પ્રેશરને કારણે અવાજ આવતાં વાહન ચાલકો અને રહીશોમાં ગભરાટ સાથે દોડધામ મચી હતી. ઘટના અંગે જાણ ગેસ વિભાગને થતાં ટીમે સ્થળે પહોંચી ગેસ લાઈનની આગળ આવેલા વાલ્વને બંધ કર્યો હતો અને સમારકામ શરૂ કર્યું હતું. ફૂલવાડી અને તેની આસપાસના વિસ્તારનાં 200 મકાનોમાં દોઢ કલાક સુધી ગેસનો પુરવઠો ખોરવાયો હતો. જેને કારણે ગૃહિણીઓને રસોઈ બનાવવામાં પરેશાની થઈ હતી

Reporter: News Plus

Related Post