તિલકવાડાનો યુવક મિત્રો સાથે ન્હાવા નદીમાં ઉતર્યો હતો.
તિલકવાડાના 23 વર્ષના યુવકને 3 દિવસ અગાઉ નર્મદા સ્નાન સમય મગરે પગથી પકડી લેતાં મહામુસીબતે છોડાવવામાં સફળતા મળી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે શનિવારે વડોદરા ખસેડવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટના અંગે જાણવા મળે મુજબ તિલકવાડામાં રહેતા અમિત તડવી અને તેના મિત્રો નાગેશ્વર મંદિર પાસે 24મીએ બપોરે 2 વાગે નર્મદા સ્નાન કરી રહ્યા હતા. દરમિયાન અચાનકમાં મગરે તેનો પગ પકડી લીધો હતો. તેને છોડાવવાનો પ્રયત્ન કરી મગર પર વળતો પ્રહાર કરતાં તે અમિતને છોડી ભાગી ગયો હતો. અમિતને જમણા પગે ગંભીર ઇજા પહોંચી હોવાથી તેને તિલકવાડા બાદ વધુ સારવાર માટે રાજપીપળા ખસેડાયો હતો. જ્યારે શનિવારે તેને સયાજી હોસ્પિટલમાં લવાયો હતો. યુવકને પગે 13 ટાંકા આવ્યા હતા. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે ત્યારે લોકોને નદીમાં ન જવા સૂચન કરાયું હતું.
Reporter: News Plus