News Portal...

Breaking News :

યુક્રેનએ રશિયાના લશ્કર એરફિલ્ડ ને ધ્વસ્ત કર્યુ : ૧૦૦ થી વધુ રશિયન સૈનિકોના મોત

2024-08-10 10:17:52
યુક્રેનએ રશિયાના લશ્કર એરફિલ્ડ ને ધ્વસ્ત કર્યુ : ૧૦૦ થી વધુ રશિયન સૈનિકોના મોત


કીવ: છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલતુ યુક્રેન-રશિયા યુદ્ધ હવે પહેલી વખત રશિયાની ધરતી પર પહોંચ્યું છે. 


યુક્રેને રશિયા સાથે ચાલતા યુદ્ધમાં પહેલી વખત જ જબરદસ્ત, ઘાતક અને અનપેક્ષિત હુમલો કરતા સરહદ ઓળંગી હતી.એક મોટા ઓપરેશનમાં તેના હજારથી વધુ સૈનિકોએ રશિયાના કુર્સ્ક વિસ્તારમાં ઘૂસી જઈને રશિયાના લશ્કરી એરફિલ્ડ ધ્વસ્ત કર્યુ છે. યુક્રેને કરેલા હુમલામાં સંખ્યાબંધ રશિયન સૈનિકો માર્યા ગયા હોવાનું મનાય છે. સો થી પણ વધુ રશિયન સૈનિકોના મોત આ હુમલામાં થયા હોવાનું યુદ્ધ નિષ્ણાતો કહી રહ્યા છે. રશિયાએ યુક્રેનના ડ્રોન હુમલા નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે.


છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલતુ યુક્રેન-રશિયા યુદ્ધ હવે પહેલી વખત રશિયાની ધરતી પર પહોંચ્યું છે. યુક્રેન આમ પણ છેલ્લા કેટલાક દિવસથી તેના કુર્સ્ક વિસ્તાર પર આક્રમક વલણ અપનાવી રહ્યું હતું. યુક્રેનના આ ઘાતક હુમલાના લીધે કુર્સ્ક વિસ્તારમાંથી હજારો રશિયનોએ ભાગી જવાની ફરજ પડી છે. રશિયાએ વળતા જવાબમાં ડોનેત્સ્ક પ્રાંતમાં મોલ પર કરેલા હુમલામાં ૧૧ યુક્રેનિયનોના મોત થયા હતા.યુક્રેનના લશ્કરી દળોએ રાત્રે જ કરેલા મિસાઇલ અને ડ્રોન હુમલાના લીધે કુર્સ્ક વિસ્તાર રીતસરનો સળગતો રહ્યો હતો અને સતત વિસ્ફોટોનો અવાજ સંભળાતા હતા. કેટલાય વિસ્ફોટોના લીધે હાઇવે પર કાટમાળ ખડકાયો હતો.

Reporter: admin

Related Post